ઇઝરાયલ વોર કેબિનેટના પ્રધાને રાજીનામું આપ્યું, નેતન્યાહુ સરકારને મોટો ફટકો
તેલ અવિવ: ગાઝા પટ્ટી પર ઇઝરાયલ(Israel)ના હુમલાને કારણે ભયાનક ત્રાસદી ઉભી થઇ છે, હાજારો પેલેસ્ટીનીયન નાગરિકોના મોત બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે. એવામાં ઇઝરાયેલના વોર કેબિનેટ પ્રધાન બેની ગેન્ટ્ઝે (Benny Gantz) રવિવારે નેતન્યાહુની સરકાર માંથી રાજીનામું આપી દીધું, ગાઝામાં સંઘર્ષ અંગે તેમના પર ઇઝરાયલમાંથી જ દબાણ વધી રહ્યું છે.
યુદ્ધ પછીની ગાઝા માટેની યોજના મંજૂર કરાવવામાં નેતન્યાહુ નિષ્ફળ ગયા બાદ ભૂતપૂર્વ જનરલ અને સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
હમાસ સામનેના ગાઝા સંઘર્ષના આઠ મહિનામાં નેતન્યાહુ માટે પ્રથમ મોટો રાજકીય ફટકો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કે નેતન્યાહુને હવે તેમના રાઈટ વિંગ ભાગીદારો પર વધુ આધાર રાખવો પડાશે.
ભૂતપૂર્વ સૈન્ય વડા અને ગેન્ટ્ઝના પક્ષના સભ્ય ગેડી આઈસેનકોટે પણ યુદ્ધ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે, હવે આ બોડીમાં માત્ર ત્રણ સભ્યો જ બચ્યા છે. વોર કેબિનેટ સંઘર્ષ અંગેના તમામ મોટા નિર્ણયો લે છે.
આ પણ વાંચો : Rafah માં ઇઝરાયેલના હુમલા બાદ બિડેનની બંને પક્ષોને યુદ્ધ વિરામની સલાહ, નેતન્યાહુ નારાજ
ગેન્ટ્ઝે રાજીનામું આપતા કહ્યું કે નેતન્યાહુ અમને વિજય તરફ આગળ વધતા અટકાવી રહ્યા છે. તેથી જ અમે આજે ઈમરજન્સી ગર્વમેન્ટને ભારે હૃદયથી છોડી રહ્યા છીએ, હું નેતન્યાહુને કહું છું ચૂંટણી તારીખ નક્કી કરો. આપણા લોકોને અલગ થવા ન દો.
નેતન્યાહુના જમણેરી ગઠબંધનના ભાગીદારો, રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીર અને નાણાં પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચ, બંનેએ પણ ગેન્ટ્ઝના રાજીનામા પર પ્રતિક્રિયા આપી.
બેન ગ્વિરે કહ્યું કે તેમણે નેતન્યાહુનેમાંગ કરી છે, તેમને વોર કેબિનેટમાં સામેલ કરવામાં આવે.
સ્મોટ્રિચે ગેન્ટ્ઝની નિંદા કરતા કહ્યું કે “યુદ્ધના સમયે સરકારમાંથી રાજીનામું આપવું યોગ્ય નથી, અપહરણ કરાયેલા લોકો હજી પણ હમાસની સુરંગોમાં મરી રહ્યા છે”.