ટોપ ન્યૂઝનેશનલ

Modi 3.0: કેબિનેટમાં વિશ્વાસુ સાથીઓના ખાતાં મોદીએ જાળવી રાખ્યા

અમિત શાહ ગૃહ, રાજનાથ સિંહ સંરક્ષણ, નીતિન ગડકરી માર્ગ અને હાઈવે અને નિર્મલા સીતારમણ નાણાં ખાતું જ સંભાળશે

નવી દિલ્હી: નવી ગઠબંધન સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવનારા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન, 30 કેબિનેટ પ્રધાનો, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના મહત્ત્વના પ્રધાનોનાં ખાતાં જાળવી રાખવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

મોદી 3.0માં અમિત શાહે ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રાલય જાળવી રાખ્યું છે. નીતિન ગડકરીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પણ જાળવી રાખ્યું છે. અજય તમટા અને હર્ષ મલ્હોત્રાને આ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસ. જયશંકર અને નિર્મલા સીતારમણને પણ તેમના અગાઉના મંત્રાલયો એટલે કે અનુક્રમે વિદેશ મંત્રાલય અને નાણાં ખાતામાં જાળવી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કેબીનેટની બેઠકનો પ્રારંભ : શપથના 20 કલાક બાદ ખાતાઓની ફાળવણીમાં શું છે ખેંચતાણ ?

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને કિસાન કલ્યાણની સાથે ગ્રામીણ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પીયૂષ ગોયલને કોમર્સ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ટીડીપીના રામમોહન નાયડુ નાગરિક ઉડ્ડયન પ્રધાન, રવનીત બિટ્ટુ લઘુમતી બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન છે. કિરેન રિજિજુ હવે સંસદીય બાબતોના મંત્રી છે. અગાઉની સરકારમાં તેમનું કદ ઘટાડવામાં આવ્યા પછી હવે તેમને મોટું પ્રમોશન મળ્યું છે. અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન છે. જેપી નડ્ડા આરોગ્ય મંત્રી તરીકે કેબિનેટમાં પાછા ફર્યા છે. (મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ આરોગ્ય મંત્રી હતા). જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલિકોમ ખાતાના પ્રધાનની સાથે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હરદીપ સિંહ પુરી પેટ્રોલિયમ મંત્રી તરીકે ચાલુ રહેશે અને અશ્ર્વિની વૈષ્ણવ રેલ્વે પ્રધાન અને માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે ચાલુ રહેશે. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ પ્રધાન તરીકે ચાલુ રહેશે. મનોહરલાલ ખટ્ટરને ઊર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે સર્વાનંદ સોનોવાલ દેશના શિપિંગ મિનિસ્ટર તરીકે ચાલુ રહેશે. મનસુખ માંડવિયાના ખાતાને બદલીને આરોગ્યને બદલે શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે આરોગ્ય મંત્રાલય જે. પી. નડ્ડાને સોંપવામાં આવ્યું છે. સાથી પક્ષના એચ. ડી. કુમારસ્વામીને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે જ્યારે રામ મોહન નાયડુને નાગરી ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ ખાતું અને ગજેન્દ્ર શેખાવતને કલા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય આપવામાં આવ્યું છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button