ટોપ ન્યૂઝનેશનલ

કેબીનેટની બેઠકનો પ્રારંભ : શપથના 20 કલાક બાદ ખાતાઓની ફાળવણીમાં શું છે ખેંચતાણ ?

નવી દિલ્હી: હાલ નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi) પ્રથમ કેબિનેટ બેઠક (First Cabinet Meeting) શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ આ બેઠકને સંબોધતા કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાની નેમની વાત કરી હતી. જો કે આ પ્રથમ બેઠક બાદ સરકારના મહત્વપૂર્ણ ખાતાઓની ફાળવણી આવનાર છે. હાલ પ્રધાનમંત્રી આવાસ પર નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક ચાલી રહી છે.

ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ભારે ધામધૂમપૂર્વક શપથવિધિ યોજાઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના રેકોર્ડની બરાબરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અન્ય 72 સાંસદોએ પણ કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે. હવે કેબિનેટની બેઠક બાદ તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. પરંતુ શપથવિધિના 20 કલાક બાદ પણ સાંસદોને ખાતાઓ ફાળળવામાં નથી આવ્યા, જેને લઈને હવે સાંસદો પણ તેમણે ફાળવવામાં આવનાર ખાતાઓને લઈને ઉતાવળ્યા રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: મોદી સરકાર 3.0ની તૈયારી, કેબીનેટમાં કોને મળી શકે છે સ્થાન? સસ્પેન્સ ઘેરાયું

આ ચૂંટણી બાદ ખાતાઓની ફાળવણી ઘણી ખેંચતાણમાં છે. કરણ કે આ વખતે ભાજપ પાસે બહુમત છે નહિ કે તે એકલાહાથે સરકાર બનાવી શકે. જો કે આથી ભાજપ અન્ય પક્ષો સાથે મળીને NDA ગઠબંધન સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે. ગઇકાલે કેન્દ્રીય મંત્રીઓએ લીધેલા શપથમાં પણ NDAના સાથીપક્ષોના સંસદોએ પણ શપથ લીધા છે.

જો કે આ ચૂંટણીમાં ભાજપને સરકાર બનાવવા માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની પાર્ટીનો સહારો લઈને સરકાર બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની આ સરકારમાં ખીચડી સરકાર બની રહી છે. આ ખિચડી સરકારમાં અન્ય સાથી પક્ષોની માંગોને લઈને પણ ખેંચતાણ હોય તેવી અટકળો હાલ તેજ છે. હવે હાલ મળેલી બેઠકમાં કોને કયું ખાતું સોંપવામાં આવે છે તે જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત