આમચી મુંબઈ

જેલના કર્મચારી પર હુમલાના કેસમાં કેદી નિર્દોષ જાહેર

થાણે: 2019માં સેન્ટ્રલ જેલના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે કેદીને નિર્દોષ જાહેર કર્યો હતો.
થાણે ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપી સમીરુદ્દીન મેહમુદાન મોહંમદ ખાન વિરુદ્ધ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.

તપાસકર્તા પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે 2 જૂન, 2019ના રોજ થાણે સેન્ટ્રલ જેલમાં બે કેદી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક કેદીની મારપીટ કરાઇ હતી.

આરોપી ખાન તથા અન્ય ત્રણ કેદી ઝઘડામાં જોડાયા હતા અને તેમાં ચાર કેદી ઘાયલ થયા હતા. જેલના ત્રણ કર્મચારીએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો અને બાદમાં ખાન સહિત ચાર સામે ગુનો દાખલ કરાયો હતો. ખાન ચાર વર્ષ સુધી જેલમાં રહ્યો હતો અને તેની સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ખટલો પણ અલગથી ચલાવાયો હતો.

આ કેસમાં પાંચ સાક્ષીદારને તપાસાયા હતા. જજે નોંધ્યું હતું કે સાક્ષીદારો કોર્ટ સમક્ષ આરોપીને ઓળખવામાં નિષ્ફળ ગયા હતા. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button