Metro One થઈ દસનીઃ દાયકામાં આટલા કરોડ પ્રવાસીઓ માણી મુસાફરી
સિનિયર સિટિઝન, વિદ્યાર્થીઓ સહિત મહિલાઓ માટે મેટ્રો બની આશીર્વાદ
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઝડપી પરિવહન માટે લોકલ ટ્રેન સિવાય અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લા એક દાયકાથી તબક્કાવાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થઈ રહ્યો છે. મુંબઈમાં મેટ્રોવન (ઘાટકોપરથી વર્સોવા વચ્ચેની Metro One) શરુ કર્યાના લગભગ એક દાયકો આવતીકાલે પૂરો થઈ રહ્યો છે, ત્યારે આ દસ વર્ષના સમયગાળામાં 97 કરોડથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો.
મુંબઈમાં ઘાટકોપરથી વર્સોવા વચ્ચેના કોરિડોરમાં આઠમી જૂન 2014ના મેટ્રો-વન શરુ કરવામાં આવી હતી, જ્યારે તબક્કાવાર મેટ્રોની લોકપ્રિયતામાં વધારો થતો ગયો તેમ મેટ્રોની ટ્રેનની સર્વિસ વધારવાની સાથે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. ટ્રેનની નિયમિતતા અને સેફ્ટીની રીતે સુરક્ષિત હોવાથી સિનિયર સિટિઝન, વિદ્યાર્થીઓની સાથે નોકરિયાતો માટે ટ્રાવેલિંગનું શ્રેષ્ઠ માધ્યમ છે, એમ મેટ્રો વનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાને આડે આવતા બાંધકામનો સફાયો
2014માં મેટ્રો-વન શરુ કરવામાં આવ્યા પછી એક વર્ષમાં વીકડેની રાઈડરશિપ સરેરાશ 2.75 લાખની હતી, જે 2019માં વધીને સાડાચાર લાખને પાર થઈ હતી. કોરોના મહામારી પછી અમુક નિયંત્રણોને કારણે સંખ્યામાં જોરદાર ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરીથી રાઈડરશિપ કોરોના મહામારી પૂર્વેના આંકડાએ પહોંચી છે, જે એક મોટી સિદ્ધિ છે.
પ્રવાસીઓ માટે સૌથી પહેલા મોબાઈલ ક્યુઆર ટિકિટિંગ ચાલુ કરી હતી. અનલિમિટેડ ટ્રિપ પાસની સાથે એપ્રિલ, 2022માં વોટસએપ ઈ-ટિકિટ પણ લોન્ચ કરી હતી. મેટ્રોની લોકપ્રિયતામાં વધારાને કારણે 2022માં એવરેજ રોજના 3.50 લાખ લોકો ટ્રાવલે કરતા હતા, જ્યારે 2023માં એની સંખ્યા વધીને 4.50 લાખને પાર થઈ છે. ટ્રેનની પંક્ચ્યુઆલિટીમાં 99 ટકા રહી છે. આ ઉપરાંત, ગુનાખોરીનું પ્રમાણ ઓછું રહે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો. છેલ્લા દસ વર્ષ દરમિયાન મુંબઈ મેટ્રોમાં
આ પ્રમાણે લોકોએ મુસાફરી કરી હતી.