ભિવંડીમાં ગેરકાયદે વસવાટ કરનારા પાકિસ્તાનના બે ભાઈ વિરુદ્ધ ગુનો
થાણે: ભારતમાં પ્રવેશીને ભિવંડીમાં ગેરકાયદે વસવાટ કરનારા પાકિસ્તાનના બે ભાઈ અને તેમને બનાવટી દસ્તાવેજો પૂરા પાડનારા સાત જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
શાંતિ નગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સુરેશ ઘુગેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા બે ભાઈ હારુન ઉમર પારકર અને અસલમ ઉમર પારકર 1971થી યોગ્ય દસ્તાવેજો વિના જ ભિવંડીના ગુલઝાર નગરમાં રહેતા હતા.
આ પણ વાંચો: નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ બદલ બે બંગલાદેશી પકડાયા
અધિકારીના જણાવ્યા મુજબ એફઆઈઆરમાં પારકર ભાઈઓ સિવાય અન્ય સાત જણના નામનો આરોપી તરીકે સમાવેશ થાય છે. આ સાત જણ પારકર ભાઈઓને બનાવટી દસ્તાવેજો અને આઈડીની વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થયા હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પ્રકરણે નવ જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465, 468, 471 અને 34 સહિત પાસપોર્ટ ઍક્ટ તેમ જ ફોરેન નૅશનલ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ગુરુવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)