પશુપાલકો માટે ખુશીના સમાચાર : Sumul ડેરીએ દૂધના ખરીદભાવમાં કર્યો વધારો
સુરત: હાલ આકરી ગરમીની વચ્ચે પશુપાલકો માટે સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર મળી રહ્યા છે. સુરતની સુમુલ ડેરીએ (દૂધ ખરીદના ભાવમાં વધારો કર્યો છે. જેનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાના આશરે અઢી લાખ પશુપાલકોને થવાનો છે. ડેરીએ ભેંસના દૂધમાં કિલોફેટે ભાવ રૂપિયા 20 અને ગાયના દૂધમાં કિલોફેટે રૂપિયા 15નો વધારો કર્યો છે.
સુરત અને તઆપી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકોને સુરતની જાણીતી સહકારી ડેરી સુમુલે ખુશીના સમાચાર આપ્યા છે. સુમુક ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા દૂધના ખરીદભાવમાં કરવામાં આવેલ વધારાની માહિતી આપવામાં આવી હતી. ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુમુલ દ્વારા ભેંસના દૂધમાં કિલોફેટે ભાવ રૂપિયા 20 અને ગાયના દૂધમાં કિલોફેટે રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Bachchan-Ambaniના ઘરે આવે છે આ ડેરીનું દૂધ, ગાયને મળે છે આ ખાસ ટ્રીટમેન્ટ…
હાલ સુમુલમાં ભેંસના દૂધનો ભાવ કિલોફેટે 830 હતો જે નવા ભાવના લીધે હવે 850 સુધી પહોંચી ગયો છે. જ્યારે ગાયના દૂધનો ભાવ જે કિલોફેટે 795 હતા, તે વધીને 810 પહોંચી ગયો છે. આથી સુરત અને તઆપી જિલ્લાના આશરે અઢી લાખ ખેડૂતોને ફાયદો થશે.
જો કે હાલમાં ભાવનગરની સર્વોતમ ડેરી અને પંચમહાલની પંચમહાલ ડેરીએ દૂધના ખરીદભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની જાણીતી સહકારી ડેરી સુમુલે આજ દૂધના ખરીદભાવમાં વધારો કરીને પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે.