સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

Most followers on Twitter: કોહલીનો વિરાટ કૂદકો, ફૂટબોલર નેમારની જગ્યાએ આવી ગયો બીજા નંબર પર!

નવી દિલ્હી: વિશ્ર્વસ્તરે ટોચના જે પણ સ્પોર્ટ્સપર્સન્સને ખેલકૂદપ્રેમીઓ સૌથી વધુ ફૉલો કરે છે એમાં વિરાટ કોહલી (Virat Kohli) પણ છે એ તો સૌના ધ્યાનમાં હશે જ, પરંતુ હવે તેણે લોકપ્રિયતાની બાબતમાં બ્રાઝિલના જગવિખ્યાત નેમાર (Neymar)ને ઓળંગી લીધો એ ન્યૂઝ કોહલીના કરોડો ચાહકો માટે રોમાંચક કહેવાય.

કોહલી હાલમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર છે અને સોશિયલ મીડિયામાં તેનું જબરું ફૅન-ફૉલોઇંગ છે. નવાઈની વાત એ છે ફૂટબૉલ, ટેનિસ અને બાસ્કેટબૉલની જેમ ક્રિકેટની રમત સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલી નથી એમ છતાં કોહલીના ફૉલોઅર્સની સંખ્યા (એકમાત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બાદ કરતા) ભલભલા ફૂટબોલર કરતાં વધુ છે.

આ પણ વાંચો: T20 World Cup : વિરાટ પાસે ગાંગુલીની ખાસ ડિમાન્ડ, શું દાદાની ઇચ્છા કોહલી પૂરી કરશે?

આપણી વચ્ચે લિવિંગ-લેજન્ડ ઘણા છે, પણ કોહલી પ્લેઇંગ-લેજન્ડ છે અને તેણે નેમારનું સ્થાન લઈને મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

એક્સ (અગાઉનું નામ ટ્વિટર) પર સૌથી વધુ ફૉલો થતા સ્પોર્ટ્સપર્સન્સમાં કોહલી હવે નેમારના સ્થાને બીજા નંબર પર આવી ગયો છે. એક્સ પર તેના 63.5 મિલ્યન (6.35 કરોડ) ફૉલોઅર્સ છે. વિશ્ર્વવિખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ 111 મિલ્યન (11.10 કરોડ) ફૉલોઅર્સ છે અને કોહલી તેના પછી બીજા નંબરે છે. નેમાર 63.4 મિલ્યન (6.34 કરોડ) ફૉલોઅર્સ સાથે કોહલી બાદ ત્રીજા ક્રમે છે. જોકે બહુ ફરક ન હોવાથી નેમાર થોડા સમયમાં જ કોહલીને ત્રીજા નંબર પર મોકલી શકે એમ છે.

જોકે ઇન્સ્ટાગ્રામ પર નેમાર કરતાં કોહલીના ફૉલોઅર્સની સંખ્યા ક્યાંય વધુ છે. કોહલીના 269 મિલ્યન (26.90 કરોડ) ફૉલોઅર્સ સામે નેમારના 221 મિલ્યન (22.10 કરોડ) ફૉલોઅર્સ છે. ઇન્સ્ટા પર રોનાલ્ડોના 630 મિલ્યન (63 કરોડ) ફૉલોઅર્સ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button