નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Prime Minister Narendra Modiનો Lucky Number શું છે જાણો છો? ચાલો તમને જણાવીએ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ચોથી વખત વડા પ્રધાનપદના શપથ (Prime Minister Oath Ceremony) લેવા જઈ રહ્યા છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે આઠમી જૂનના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો શપથવિધિ સમારોહ યોજાય એવી શક્યતા છે. એટલું જ નહીં પણ એ માટેની હિલચાલ પણ એકદમ તેજ થઈ ગઈ છે.

આ પરથી જ એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી (Astrology And Numerology)માં માનનારાઓમાં એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે પીએમ મોદીનો આઠના આંકડા સાથે સ્પેશિયલ કનેક્શન છે, ત્યારે આવો જોઈએ શું છે આ સ્પેશિયલ કનેક્શન અને શું છે તેનું મહત્ત્વ… આપણે ત્યાં લોકો જ્યોતિષશાસ્ત્રની જેમ જ અંકશાસ્ત્રમાં માનનારાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. અંક જ્યોતિષમાં દરેક નંબરનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને દરેક મૂળાંકની મદદથી દરેક વ્યક્તિની ખાસિયત અને ખામી વિશે જાણી શકાય છે. પણ શું તમને ખબર છે કે પીએમ મોદીનો લકી નંબર શું છે? ચાલો આજે તમને જણાવીએ…

અંક જ્યોતિષશાસ્ત્ર (Numerology) અનુસાર દરેક એક મૂળાંક પર કોઈને કોઈને ગ્રહ અને દેવતાનું આધિપત્ય હોય છે અને આ નંબર પર વ્યક્તિત્વ પર ઊંડી છાપ છોડે છે. આવો જોઈએ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નો લકી નંબર (Lucky Number) શું છે તેનો સંબંધ કયા ગ્રહ અને દેવસા સાથે જોડાવવાનું છે.

તમારી જાણ માટે પીએમ મોદી જન્મ 17મી સપ્ટેબરના થયો છે અને એ અનુસાર એમનો મૂળાંક 8 છે અને પીએમ મોદીનો જન્મ વૃશ્ચિક લગ્નમાં થયો છે. એટલું જ નહીં તેમની રાશિ વૃશ્ચિક છે અને એ પણ 12 રાશિમાં 8મા નંબર પર આવે છે. અંક જ્યોતિષમાં 8 નંબર શનિદેવનો માનવામાં આવે છે અને આ શનિ એમનો સ્વામી છે. ન્યાયના દેવતા શનિના પ્રભાવથી આ મૂળાંકના લોકો પોતાના કામને સમર્પિત રહે છે અને આ લોકો દિવસ-રાત કામમાં લીધી છે.

મૂળાંક આઠના લોકો દરેક વસ્તુ, વાતને લઈને ગંભીરતાથી વિચારે છે. તેઓ ખૂબ જ શાંત, ગંભીર અને નિર્દોષ સ્વભાવના છે. આ મૂળાંકના લોકોને જીવનમાં ધીરે ધીરે સફળતા મળે છે અને દેશ-દુનિયામાં ફરીને ખૂબ જ નામ ના ખાવી જોઈએ. મૂળાંક 8ના લોકો શનિ દેવની વિશેષ કૃપા રહે છે અને આ લોકો પોતાના લક્ષ્યને નિર્ધારિત સમયમાં પૂરું કરે છે તેમ જ રસ્તામાં આવતા તમામ અવરોધોને પાર કરીને આગળ વધવાનું રાખે છે.

પીએમ મોદીની વાત કરીએ તો તેમની કુંડળીમાં લગ્નેશ પણ 8 નંબરની રાશિમાં છે. જ્યોતિષીઓની ગણતરી અને અંક જ્યોતિષ બંને અનુસાર પીએમ મોદી માટે 8 નંબર ખૂબ જ લકી છે. કહેવાય છે કે પીએમ મોદી પોતાના તમામ મહત્ત્વના નિર્ણયો અને યોજનાઓ નંબર 8ના પ્રમાણે જ બનાવે છે.

આવો જોઈએ કેટલાક ઉદાહરણો…

  1. પીએમ મોદીની જન્મતારીખ 17 તારીખ (1+7=8)
  2. વડા પ્રધાન બનતા પહેલાં ચોથી વખત ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા 26મી ડિસેમ્બર (2+6=8)
  3. 2014ની લોકસભાની ચૂંટણીના કેમ્પેઈનની તારીખ 26મી માર્ચ (2+6=8)
  4. પહેલી વખત વડા પ્રધાન બન્યા અને શપથ લીધી 26મી મે (2+6=8)
  5. નોટબંધીની જાહેરાત કરી 8મી નવેમ્બર ( 0+8=8 )
  6. લોકસભા 2019 માટે ચૂંટણી લડવાનું ઉમેદવારી પત્ર ભર્યું એ તારીખ 26મી એપ્રિલ ( 2+6=8 )
  7. વડા પ્રધાન મુદ્રા યોજના જાહેર કર્યાની તારીખ 8મી એપ્રિલ ( 0+8=8 )
  8. પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવા નિર્ણય લીધો 26મી ફ્રેબુઆરી ( 2+6=8 )
  9. 17મી લોકસભામાં બીજી વખત વડા પ્રધાન બન્યા (1+7=8 )
  10. વડા પ્રધાનનો જન્મ વૃશ્ચિક લગ્નમાં થયો છે અને વૃશ્ચિક લગ્નને 8 નંબરનો લગ્ન માનવામાં આવ્યો છે
  11. વડા પ્રધાનની જન્મરાશિ પણ વૃશ્ચિક છે અને રાશિચક્રમાં વૃશ્ચિક રાશિ 8મી રાશિ છે
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?