નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Result: 10 રાજ્યમાં એનડીએને ફટકો, પણ આટલા રાજ્યમાં થયો ફાયદો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી સમગ્ર દેશમાં પૂરા થવાના તબક્કામાં છે. દેશની 543 લોકસભાની બેઠક મુખ્ય ટક્કર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે હતી. દસ રાજ્યમાં ભાજપને ફટકો પડ્યો છે, પરંતુ તેની સામે ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ફાયદો થયો છે.

રાજસ્થાનમાં જયપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મંજુ શર્માએ 3.31 લાખથી વિજય મળ્યો છે, જ્યારે વિરોધી પાર્ટીના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ પ્રધાન પ્રતાપ સિંહ ખાચરિયાવાસને હાર મળી હતી. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાનું માનવામાં આવતું હતું. અહીંની બેઠક પર કોંગ્રેસની જયપુર બેઠક પરથી હારની હેટ્ટિક થઈ છે. કર્ણાટક ચિત્રદુર્ગથી ગોવિંદ મકથપ્પા કરજોલની જીત થઈ છે.

આ પણ વાંચો: Lok Sabha Election Result : NDAને ટ્રેન્ડમાં બહુમતી મળી પણ….

હિમાચલ પ્રદેશમાં મંડીની સીટ પર જાણીતી અભિનેત્રી કંગના રનોતની જીત થઈ છે. હમીરપુરની બેઠક પરથી અનુરાગ સિંહ ઠાકુર, શિમલાની સીટ પર સુરેશ કુમાર કશ્યપ જીત્યા છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ ચાર બેઠક પરથી શરુઆતમાં ટ્રેન્ડમાં રહી હતી. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં 26 બેઠકમાંથી મોટા ભાગની બેઠક પર ભાજપની જીત થઈ હતી.

ગુજરાતમાં સુરત લોકસભાની સીટ પર ભાજપની જીત થઈ ગઈ હતી, ત્યારબાદ પહેલું પરિણામ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, ગુજરાતમાં ભાજપના પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા સહિત અન્ય લોકોની જીત થઈ છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે વિદિશાની સીટ પરથી 8.20 લાખ સીટ પરથી વિજય મેળવ્યો હતો.

વિદિશાની સીટ પર જીત્યા પછી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં 29 સીટમાંથી 28 સીટ પર ભાજપ તમામ સીટ જીત્યું છે અને ત્રીજી વખત એનડીએ 300 પાર જશે. રાજસ્થાનની 25 બેઠક પર 14 ભાજપ અને ઈન્ડિ ગઠબંધન 11 પર ટ્રેન્ડમાં છે, જ્યારે એની સામે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સાતેય બેઠક પર જોરદાર ટ્રેન્ડિંગમાં જીત્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button