મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
મહુવાવાળા સ્વ. ભવાનીદાસ દેવરાજ ચિતલિયાના સુપુત્ર અરવિંદભાઇ (ઉં. વ. 80) તા. 2-6-24ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. તે સ્વ. કાનતાબેન, સ્વ. ચુનીલાલ, તે સ્વ. રસિકભાઇ, તે ગં. સ્વ. પ્રભાબેનના ભાઇ. તે નિલેશ, પ્રિતી મનીષકુમાર નાયાણી, તે મીતા નરેશકુમાર પાટિલના પિતાશ્રી. તે ઉર્વશીના સસરા. તે અંબાલાલ મગનલાલ મહેતાના જમાઇ. તે સ્વ. માલજી ત્રંબક પારેખના ભાણેજ. તે યેશાના દાદા. તે વિધિ કરણ સંઘવી, અનિશા, વિશાખાના નાના. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી ઘોઘારી વૈષ્ણવ વણીક
ભાવનગર ઘોઘા નિવાસી હાલ બોરીવલી મુંબઈ સ્વર્ગવાસી કુસુમબેન નટવરલાલ શાહના સુપુત્ર જયંતકુમાર (ઉં. વ. 78) તા. 2-6-24ના શ્રીજીચરણ પામેલ છે તે સુધાબેનના પતિ. ચિરાગ, ભાવિન રત્નાના પપ્પા. ભાવેશકુમાર, હેતલ, બિનિતાનાં સસરા. સલોની, પ્રાચી, ફોરમ, પ્રિયલ, મીત અને વીરનાં દાદા. સ્વ યોગેશ, અ. સૌ. શોભના, સ્વ જતીન અને ગં સ્વ. ઇલાના ભાઈ અને સ્વ. કાંતાબેન નગીનદાસ શાહના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. 4-6-24ના મંગળવારના 4.30 થી 6.30. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ,
બોરીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
બળેજ નિવાસી, હાલ ઘાટકોપર ભાનુમતી ગીરધરલાલ કોટેચા તા 02-6-24 ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ હંસરાજ કાલિદાસ ઠકરારના સુપુત્રી. તે જ્યોતિ રામેશ વેકરીયા, ભક્તિ નૈલેશ ડે્રસવાલા અને હીરેન ગીરધરલાલ કોટેચાના માતા. તે જોલી હીરેન કોટેચાની સાસુ. તે દમયંતી ઠાકરસી ઠક્કરના બેન. તે સ્વ કાનજીભાઈ, સ્વ કરસનભાઈ, સ્વ રંભાબેન, સ્વ શાંતિભાઈ, સ્વ પ્રવિણભાઈ તથા જયંતભાઈના ભાભી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. રાઘવજી વલ્લભદાસ કાપડીયા અને સ્વ. નિર્મળાબેનના દીકરા ભરત (ઉં. વ. 84) તે હંસાબેનના પતિ. આનંદ તથા ફાલ્ગુનીના પિતાશ્રી. પ્રિયાનાં સસરાં. વિધિના દાદા તા. 2-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અરવિંદભાઇ, દિલીપભાઇ, સ્વ. બીપીનભાઇ, લલિતભાઇ, સ્વ. હરીશભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. જયોત્સના, જયશ્રીબેન તથા ગીતાબેનના બેન. તે સ્વ. કુસુમબેન તથા સ્વ. કરસનભાઇ માખેચાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. 7-6-24ના સાંજે 5થી 7. ઠે. પાટીદાર સમાજ હોલ, ગીતા સ્મૃતિ બિલ્ડિંગ, 10, પંડિતા રમાબાઇ માર્ગ, ગામદેવી-મુંબઇ-7.
કપોળ
અમરેલીવાળા હાલ માટુંગા સ્વ. કાંતાબેન જગજીવનદાસ નથુભાઇ પટેલના સુપુત્ર હર્ષદભાઇ (ઉં. વ. 76) તે સ્વ. વર્ષાબેનના પતિ. જીનલબેનના પિતાશ્રી. વિક્રમભાઇ, દિપકભાઇ, મયુરભાઇના મોટાભાઇ. વૈશાલીબેન, નયનાબેન, અલકાબેનના જેઠ. કરદેજવાળા સ્વ. કાનજીભાઇ રતિલાલ મોદીના જમાઇ રવિવાર, તા. 2-6-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ વણિક
લીમડી નિવાસી હાલ ઘાટકોપર ગં.સ્વ. જસુમતિબેન પ્રિતમલાલ પરીખ (ઉં. વ. 93) તા. 1-6-24ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષવદન ભાઇ, શ્રીકાંતભાઇ તથા રાજેશભાઇના માતુશ્રી. દિપ્તીબેન, કીર્તિબેન તથા તૃપ્તિબેનના સાસુ. ધ્રુતી, નિરમી, ભાવિન તથા યશના દાદીમા. સ્વ. હીરાલક્ષ્મી નવલલાલ પારેચાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર ગિરિનારાયણ બ્રાહ્મણ
ગં. સ્વ. રમિલાબેન હરીદાસ ભટ્ટ (ઉં. વ. 82) હાલ અંધેરી નિવાસી સ્વ. હરીદાસ જયપ્રસાદ ભટ્ટના પત્ની. તે હર્ષા કિશન મહેતાના માતુશ્રી. કરિશ્મા પાર્થ પરીખના નાની. સ્વ. કાકુભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. કોકીલાબેન તે ગિરિશભાઇ ભટ્ટના ભાભી. તે સ્વ. વિજયાબેન હિરાલાલ પુરોહિતના સુપુત્રી તા. 3-6-24ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
અ. નિ. નલીનકુમાર ભવાનીશંકર ઓઝા (ઉં. વ 77)નું અવસાન થયેલ છે. તે સ્વ. ભવાનીશંકર રૂગનાથ ઓઝા તથા સ્વ. શાંતાબેનના પુત્ર અને સરલાબેનના પતિ. રોહિતભાઇ, વિજયભાઇ, પ્રજ્ઞેશભાઇના મોટાભાઇ મૌલિક, નિધિદા, ઉદિતા, પ્રણવ, યેશા, દિવ્યાંગનાં બાપુજી. તેમ જ સ્વ. હરિલાલ જીવાભાઇ દવે (રંગપુરના જમાઇ) કનુભાઇ, ભરતભાઇ, વિજયભાઇના બનેવી તા. 31-5-24ના અક્ષરવાસી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-6-24 મંગળવારના 4થી 6. ઠે. નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ માંડવીના સ્વ. મોતીલાલ નેણસી મડીયારની પુત્રવધૂ, તે સ્વ. જયંતિલાલની પત્ની ગં.સ્વ. સુક્નયા (ઉં. વ. 77) તે સ્વ. ચંદુલાલ કિશોરભાઇ, સ્વ. હેમાબેન, દક્ષાબેનના ભાભી. તે સુંદરજી કાનજી તન્ના ગામ મોથારાની પુત્રી. તે સ્વ. કીર્તિભાઇ, સ્વ. મંજુલા, રમાબેનના બેન. તે આશિષ, સ્વ. ફાલ્ગુનીના માતુશ્રી. નૈનાબેનના સાસુ. તે શ્રેયાંસના દાદી. તા. 28-5-24ના નડિયાદ મુકામે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button