મનોરંજનમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

Bachchan-Ambaniના ઘરે આવે છે આ ડેરીનું દૂધ, ગાયને મળે છે આ ખાસ ટ્રીટમેન્ટ…

આજે જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને જેને કારણે આમ આદમીના બજેટમાં પંક્ચર પડ્યું છે, પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો છે ખરો કે આ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani), માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર (Master Blaster Sachin Tendulkar)ના ઘરે દૂધ ક્યાંથી આવે છે? એ દૂધ કેટલા રૂપિયા લિટર હશે? વગેરે વગેરે… ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો પુણેમાં આવેસી દેશની સૌથી હાઈટેક ડેરી આવેલી છે જ્યાંનું દૂધ બચ્ચન, અંબાણી અને તેંડુલકર સહિતના મહાનુભાવોના ઘરે દૂધ આવે છે. આ ડેરીનું નામ છે ભાગ્યલક્ષ્મી. આ ડેરીનું દૂધ પુણે-મુંબઈ સહિત અનેક મોટી મોટી હસ્તીઓના ઘરે પહોંચે છે, જેમાં અક્ષય કુમાર (Akshay Kumar), રીતિક રોશન (Hrithik Roshan) જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે.

આ ડેરીમાં મળતાં દૂધની ખાસિયત વિશે વાત કરીએ તો 35 એકરમાં ફેલાયેલી આ ડેરીમાં 3000થી વધુ ગાય છે અને આ તમામ ગાયને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ તમામ ગાય ખાસ કેરળથી મંગાવવામાં આવેલા રબર કોટિંગવાળા ગાદલા પર સુવે છે અને આ એક ગાદલાની કિંમત આશરે 7000 રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો: હેં! Nita Ambaniનો 500 કરોડનો નેકલેસ પહેરવા તમારે ખર્ચવા પડશે માત્ર 200 રૂપિયા?

આ ડેરીમાંથી દરરોજ આશરે 25,000 લિટર દૂધ ઉત્પાદન કરવામાં આવે છે અને એ પણ એકદમ આધુનિક અને હાઈજેનિક મિલ્ક પ્રોડક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને. આ ડેરીના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે અને શરૂઆતમાં તેમની પાસે 175 ગ્રાહકો જ હતા, પણ આજે દેશભરમાં તેમની પાસે 25,000થી વધુ ગ્રાહકો છે.

ભાગ્યલક્ષ્મી ડેરીમાં હોલસ્ટિન ફ્રેશિયાન પ્રજાતિની 3000થી વધુ ગાય છે અને સ્વિટ્ઝર્લેન્ડની પ્રજાતિની આ એક ગાય દરરોજ 20થી 25 લિટર દૂધ આપે છે. આ ગાયને માત્ર આરઓનું પાણી પીવડાવવામાં આવે છે, જ્યારે ખાવામાં તેમને આલ્ફા ગ્રાસ, સિઝનલ વેજિટેબલ્સ અને મકાઈનો ચારો આપવામાં આવે છે. આ દૂધની કિંમત અંદાજે 90થી 100 રૂપિયા લિટર હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button