હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ કોટકનાં ધર્મપત્ની સંતોકબેન (ઉં. વ. ૧૦૧ ), ૧લી જૂન, ૨૦૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. અરવિંદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, નલિનીબેન લક્ષ્મીચંદ ગડા, સરલાબેનનાં માતાશ્રી, સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શોભનાબેનનાં સાસુ, પિયર પક્ષે મોવાણવાળા સ્વ. રાધાબેન કરસનદાસ દાવડાનાં દીકરી, સ્વ. મનીષ, પરેશ, દેવાંગ, ભરત, દીપેશ, બીજલ, તેજલ, રૂપલ અને કિંજલનાં દાદીમા શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ ને રોજ ( સાંજે ૪ થી ૬ ) રાખેલ છે. સ્થળ : માતુશ્રી વેલબાઈ સભાગૃહ હોલ, ૩૧૦, ચંદાવરકર રોડ. ( નપુ હોલની બાજુમાં) માટુંગા ( સેન્ટ્રલ )મું.૧૯
દશા શ્રીમાળી વણિક
પ્રાંતિજ નિવાસી હાલ અંધેરી મુંબઇ સ્વ. દિનેશભાઇ ભગવાનદાસ શાહના પત્ની ગં. સ્વ. પુષ્પા શાહ (ઉં. વ. ૯૧) મનીષના માતુશ્રી. રાનીના સાસુ અને જલ્પાના દાદી. દિનેશ જીવણલાલ શાહના બહેન. શનિવાર તા. ૧ જૂન ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪ જૂન ૨૪ના સાંજે ૫થી ૭. ઠે. માંગલ્ય હોલ, જોગેશ્ર્વરી (ઇસ્ટ), મુંબઇ ખાતે રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કલકતા નિવાસી પરષોતમદાસ (ઉં. વ. ૮૯) સ્વ. કનૈયાલાલ હરગોવિંદદાસ સંઘવીના પુત્ર. અને સ્વ. મોહનલાલ માધવજી પારેખના જમાઇ. તથા કોકીલાબેનના પતિ. અને પ્રિતી કમલેશ પારેખના પિતા. તથા આસ્થા અને અરમાનના નાના. શુક્રવાર, તા. ૩૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
સ્વ. ભરતભાઇ માધવલાલ મહેતાના ધર્મપત્ની સ્વ. નૂતનબેન ભરતભાઇ મહેતા (ઉં. વ. ૬૯) તે તા. ૧-૬-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે મોના સંદીપકુમાર વોરા તથા વરુણ ભરત મહેતાના માતુશ્રી. અ. સૌ. ગરીમાના સાસુ. મીનાક્ષીબેન હસમુખભાઇ, અરુણાબેન કીરીટભાઇ, જયશ્રીબેન પંકજભાઇના દેરાણી. આનિયા મહેતા, માનસ મહેતા, મંઘ વોરાના દાદી. તે પિયર પક્ષે સ્વ. વિજયાબેન મનહરભાઇ શાહના દીકરી.
કચ્છ વાગળ લોહાણા
મુળ ગામ ફતેહગઢ હાલ કાંદિવલી સુરેશભાઇ માવજીભાઇ સચદે (ઉં. વ. ૫૪) તા. ૨-૬-૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન માવજીભાઇ સચદેના પુત્ર. દયારામભાઇ, જલારામભાઇ, સ્વ. શંકરભાઇ, હસમુખભાઇ, ચંદ્રિકાબેન તારાચંદભાઇ મજેઠીયાના ભાઇ. પ્રીત, જય, ટ્રીસાના પિતા. સ્વ. છગનલાલ, સ્વ.ખેંગારભાઇ, સ્વ. ભીમજીભાઇ, ગાંગજીભાઇ કેશવજીભાઇ રેહાણીના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૪-૬-૨૪ના મંગળવારે ૪થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, કાંદિવલી રેલવે સ્ટેશન, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ), રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ ઘાટકોપર અ. સો. કૃપાબેન (ઉં. વ. ૩૯) જે હિતેનભાઈ રસિકલાલ શાહના ધર્મપત્ની. મીનાક્ષીબેન રસિકલાલ દુર્લભદાસ શાહના(હબસાણી) પુત્રવધુ. ઈશા અને દ્રષ્ટિના માતૃશ્રી. હેમાલીબેન પરેશકુમાર શાહ અને મિતલબેન કૌશિકકુમાર શાહના ભાભી. નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને કૌશિકભાઈ પ્રવીણચંદ્ર ઝાટકિયાના બેન. ઘાટવડ નિવાસી અનસૂયાબેન પ્રવિણચંદ્ર ચુનીલાલ ઝાટકિયાની દીકરી. ગુરુવાર તા.૩૦.૦૫.૨૦૨૪ રોજ શ્રીજીચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તારીખ ૩ ઉીંક્ષય સોમવાર, સમય : સાંજે ૫.૦૦ થી ૬.૩૦, સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ. ગરોડિયા નગર,
ઘાટકોપર પૂર્વ.
કચ્છી લોહાણા
ગામ મોટી વિરાણીના સ્વ વેલજી બેચર બારુંના સુપુત્ર રમણીકભાઇ (ઉં. વ. ૮૦) તે સ્વ. કસ્તુરીબેન તથા મીતાબેનના પતિ તે દીપક.રશ્મિ હિતેન્દ્ર પવાની. રૂપાબેન યોગેશ કંસારાતથા સ્વેતાબેન જીગનેશ દાવડાના પિતાશ્રી તે સ્વ પ્રાગજીભાઈ. સ્વ ભચીબેન તથા પોપટલાલના ભાઈ તેસ્વ લક્ષ્મીદાસ કલ્યાણજી ભાગાની (મોટી વિરાણી) તથા સ્વ ચંદ્રકાંત કુંવરજી ઠક્કરના જમાઈ. તે હર્ષ અને માનસીના દાદા તે આશા બેનના સસરા શુક્રવાર તા. ૩૧-૫-૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા.૩-૦૬-૨૦૨૪ ના રોજ સાંજે ૫ થી ૬:૩૦ રાખેલ છે ઠે . વિરુપક્ષ. મંગળ કાર્યાલય .અમર ધામ રોડ પનવેલ. લૌકીક વ્યવહાર રાખેલ નથી.
ગોડવાળ ઓસવાલ
મરુધર – સાંડેરાવ હાલ વિર્લે પારલા નિવાસી સ્વ. ચંદનમલજી શેષમલજી દોશીના ધર્મપત્ની શ્રીમતી લીલાબેન (ઉં.વ ૮૦) વર્ષ, તે ભરત, રાજેશ, અ. સૌ. રેખા, સ્વ. રાજુલના માતુશ્રી તે જયશ્રી, મમતા, પ્રવિણજી, સંજીવજીના સાસુ, તે આશિષ – પ્રિયંકા, શ્ર્વેતા – પ્રણયજી, જુહી – ભાવિકજીના દાદી, તે સેવાડી નિવાસી સ્વ. ધાપુબેન દેવીચંદજી રાઠોડના પુત્રી. તે સ્વ. સોહનરાજજી, જીવરાજજી, પારસમલજી, ઇન્દ્રચંદજી, બેબીબેન, પવનબેન ના બહેન, તા. ૧-૬-૨૪ ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. તેમની ભાવયાત્રા સોમવાર તા. ૩-૬-૨૪ ના રોજ શ્રી ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિર્લેપારલા (પશ્ર્ચિમ), મુંબઈ મધ્યે સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાકે રાખેલ છે. બન્ને પક્ષની ભાવયાત્રા સાથે રાખવામાં આવી છે.
હાલાઈ લોહાણા
જગદીશભાઇ તુલસીદાસ તન્ના (ઉં.વ.૬૬) મુળગામ બળેજ, હાલ ખપોલી, તે ચંદાબેનના પતી.તે પિયુષભાઈ, ધર્મેશભાઈ તથા સંજયભાઈના પિતા, તે સ્વ.મનસુખભાઈ, લાભુબેન જીવનલાલ સવજીયાણિ, મીનાબેન નટવરલાલ સવજીયાણિ તથા ચંપાબેન શાંતિલાલ ઠકરારના ભાઈ, તે ઝીનલબેન,ધારાબેન તથા દીપિકાબેનના સસરા, તે હિરાલાલ સવજીયાણિ (ટીટવાળા)ના જમાઈ, તે અંશ તથા ઉર્વી ના દાદા, તે રવિવાર તા. ૦૨/૦૬/૨૪ ના શ્રીજીચરણ પામેલ છે, તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૦૩/૦૬/૨૪ બપોરે ૦૩:૩૦ થી ૫:૦૦ વાગે, શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, ગો.વા.પ.ભ સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઓફ ઇંડિયાની સામે, ખપોલીમાં રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. ત્રિવેણીબેન ગિરધરલાલ લવજી મહેતાના પુત્ર સ્વ. રસિકલાલના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતી (ઉં.વ.૮૪) તા. ૦૧-૬-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ બંકિમ તથા બિમલના માતુશ્રી, પુષ્પા બંકિમ મહેતાના સાસુજી. જિગ્નાસા તેજસ દોશી તથા પ્રતિકના દાદીમા, તેજસ દોશી તથા ધ્રુશી પ્રતિક મહેતાના મોટાસાસુ, પિયરપક્ષે અમરેલીવાળા સ્વ.જડાવબેન હરજીવનદાસ વચ્છરાજ મોદીના પુત્રી, તેઓ બાલકૃષ્ણ, સ્વ. જયાબેન, સ્વ.જશવંતીબેન, સ્વ.હંસાબેનના બહેન. તેઓ સ્વ.વિઠ્ઠલદાસ, સ્વ.પ્રભુદાસ, સ્વ.જયંતીલાલ, સ્વ.ચિમનલાલ, સ્વ.વિનોદભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ.ચંદ્રભાગાબેન, સ્વ.વસંતબેન, સ્વ.રમાબેન તથા ગં. સ્વ.યશોમતીબેનના ભાભી, સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
જસદણ ગઢડિયા નિવાસી હાલ કાંદિવલી (મુંબઈ). ઉષાબેન ધનજીભાઈ હાલારી (ઉ.વર્ષ.૬૯). તા. ૧/૬/૨૪ શનિવારના રોજ રામચરણ પામ્યા છે. તે સ્વ. ગૌરીબેન રામજીભાઈ ચૌહાણ વઢવાણ નિવાસીના દિકરી. તે ધનજીભાઈ ચકુભાઈ હાલારીના ધર્મપત્ની. તે નિલેશભાઇ તથા પ્રકાશભાઈ તથા પુજાબેનના માતુશ્રી. તે મહેશ હિરાલાલ મકાણીના સાસુ. તે જશ તથા ધ્રુવના નાની. તે રિચા અને ક્રિતેશના બા. તેમની પ્રાર્થનાસભા તા.૩/૬/૨૪ સોમવારના રોજ સમય ૪ થી ૬ રાખેલ છે. સરનામું: એમ. ડી. રોડ, રામ નગર, સાઈબાબા મંદિર ની પાસે, હુતાત્મા રાજગુરુ પુલની બાજુમાં. કાંદિવલી (ઈસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ હડીયાણા હાલ ડોંબીવલી સ્વ. મધુસુદન કરસનદાસ માણેકના પૌત્ર તથા અં. સૌ. અનિતા દિલીપભાઈ માણેકના સુપુત્ર ચિ. પ્રિયાંક ( ઉમર વષે ૩૦ ) તા – ૦૧-૦૬-૨૪ શનિવારના રોજ શ્રી જી ચરણ પામેલ છે. તે સ્વ. સાગર, સ્વ. ખંત અને દિકરી ભુવનેશ્ર્વરીના ભાઈ ગં. સ્વ. વૈશાલી જયેશકુમાર લોડાયાના ભત્રીજા, સ્વ. પદમાબેન સુરેન્દ્રપ્રસાદ ઢગત ના દોહિત્ર. બંન્ને પક્ષ ની પ્રાર્થના સભા તા- ૦૩/૦૬/૨૪ સોમવાર ના રોજ ૪ થી ૬ના સમયે શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ, અ/૧/૨, શિવમ બિલ્ડીંગ, શિવ મંદિર રોડ, સુખસાગર ડેરી પાસે, રામનગર, ગ્રાઉન્ડ ફ્લોર, શિવ મંદિર રોડ, ડોંબીવલી (ઈસ્ટ) ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ બગસરા હાલ નાગપુર શાંતિલાલ મુલચંદ પડીયા (ઉં.વ ૮૭) તા. ૩૦/૦૫/૨૪ ગુરુવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ, તે પરેશભાઈ, જયેશભાઈ, વિનયભાઈ, જગદીશભાઈ, ભારતીબેન પરેશકુમાર મણિયારના પિતાશ્રી. તે સ્વ હરજીવન સવજી મેર (બગસરા)ના જમાઈ. તે સ્વ કાંતિલાલ, સ્વ પ્રવિણચંદ્ર, સુરેન્દ્રભાઈ, સ્વ. ગુણવંતીબેન મનસુખલાલ જોગી, સ્વ. તારાબેન પ્રભુદાસ નિર્મળ, રંજનબેન વિનોદરાય જોગી, અરૂણાબેન ચુનીલાલ જોગી, મનોરમાબેન હર્ષદરાય આશરાના ભાઈ, તે ભાવિક, વિનિત, દિપેશ, જતીન, વિધિ મયંક લાલકા, પ્રિયા, પ્રિમા, નંદની, દિવ્યા ના દાદા. તેમની પ્રાર્થનાસભા તા. ૩/૦૬/૨૪ સોમવારના રોજ રાખેલ છે સમય સાંજે ૪થી ૬. ઠે. હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલા માળે, શંકર મંદિરના બાજુમાં, એસ વી રોડ કાંદિવલી (પશ્ર્ચિમ).
હાલાઇ લોહાણા
મૂળગામ રાજકોટ હાલ પુના શ્રી વિનોદભાઈ જીવરાજભાઈ બોરિયા (ઉં.વ.૮૨) તે ૩૦/૫/૨૪ના રોજ કાંદિવલી મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વશીલાબેનના પતિ, પ્રજ્ઞા મોરઝરીયા, રાજેશ તથા અક્ષય ના પિતા. દિલીપકુમાર મધુસુદન મોરઝરીયા, શીલા તથા સુનાલીના સસરા, વૈભવી અક્ષત ભગત, કૌશિક, યશીતા, માનસી, પ્રાચી પાવક ડોકાનીયા તથા હર્ષી જશ પારેખના દાદા/નાના, સ્વ. હસમુખભાઈ, સ્વ. હંસાબેન લક્ષ્મીદાસ છત્રાણી, સ્વ જશુબેન જગદીશભાઈ ઉનડકટ, ધીરજબેન હસમુખલાલ ખંધેડિયા ના ભાઈ, સાસરાપક્ષે વાંકાનેરવાળા સ્વ. પદમશીભાઈ મગનલાલ કોટકના જમાઈ. તેમની સર્વપક્ષની પ્રાર્થનાસભા તા.૩/૬/૨૪ના રોજ સમય ૫ થી ૭ કલાકે ઠે. શ્રી લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેંશન રોડ, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
અ.સૌ.વંદના મનિષ ત્રિવેદી (ઉં.વ.૫૧), તે મનિષ ચંદ્રકાન્ત ત્રિવેદીના પત્ની. જ્યોત્સનાબેન (બકુ બેન) ચંદ્રકાન્ત ત્રિવેદીના પુત્રવધૂ, પ્રિયાંશીના મમ્મી, નીતા મુકેશ ત્રિવેદી અને પ્રતિભા નિતીન ત્રિવેદીના દેરાણી, પ્રવિણાબેન અને રમણીકલાક ત્રિવેદીના પુત્રી, ગીરીશભાઈ,ભાવનાબેન,દક્ષાબેન અને સ્વ.પારૂલબેનના બેન તા.૦૧-૦૬-૨૦૨૪ના કૈલાસવાસી થયેલ છે.પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.