એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં બનશે આવું રાજકીય ચિત્ર….
ગાંધીનગર: આજે દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ઓપીનિયન પોલ એટલે કે એક્ઝિટ પોલ (exit poll) જાહેર થયા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય થયો છે તેમ દર્શાવાઈ રહ્યું છે પરંતુ ભાજપના 400 પારો દાવો પોકળ સાબિત થયો છે.
ગુજરાતની 25 લોકસભા બેઠક પર કોની સામે કોનો જંગ ? જાણી જ લો !
જો કે એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ ગુજરાતનાં ભાજપ પોતાનો સર્વત્ર વિજય ધ્વજ લહેરાવી શકે છે. ગુજરાતને માટે ભાજપના ગઢની માન્યતા છે. ગુજરાતમાં PM મોદીના ચહેરા પર ભાજપ જીત મેળવી શકે છે. જ્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ કે અન્ય પક્ષ નાબૂદ થઈ શકે છે. એક્ઝિટ પોળના આંકડા મુજબ ભાજપ 25 બેઠકો પર જીત મેળવી રહી છે. જોકે સુરત બેઠક પર તો ભાજપ જીતી ચૂકી છે.
ગુજરાતના ૨૬૬ લોકસભા ઉમેદવારો માંથી આટલા ઉમેદવારો સામે નોંધાયેલા છે ગુનાઓ !
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ભારે રસ્સાકસી ભરી રહી હતી. ભાજપ સામે અનેક પડકારો ખડા થયા હતા. રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈને ભારે વિરોધ સર્જાયો હતો. ભાજપે આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ વહોરવો પડ્યો હતો. આથી ક્ષત્રિય સમાજનું બાહુલ્ય ધરાવતી બેઠકો પર ભારે ખેંચતાણ જોવા મળી હતી. જો કે આ સિવાય પણ બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર જેવી બેઠકો પર પણ ભારે રસ્સાકસી રહી હતી. તેમ છતાં પણ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવી રહી છે.