આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં એક જ દિવસમાં ૧૫૭ મેટ્રિક ટન કાટમાળનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં શનિવારે હાથ ધરવામાં આવેલી ‘ડીપ ક્લીન ડ્રાઈવ’ ઝુંબેશ હેઠળ એક જ દિવસમાં ૧૫૭ મેટ્રિક ટન કાટમાળ, ૭૪ મેટ્રિક ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો અને દિવસ દરમિયાન ૨૮૩ કિલોમીટરના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી.

મુંબઈમાં છેલ્લા ૨૮ અઠવાડિયાથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે હેઠળ શનિવારે ૨૨૭ વોર્ડમાંં સફાઈકામ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી ૧૫૭ મેટ્રિક ટન કાટમાળ, ૨૩ મેટ્રિક ટન ટકાઉ મોટી વસ્તુ અને ૭૪ મેટ્રિક ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાબતે SITએ કહ્યું “કાટમાળ હટાવવાનો આશય તોડીને નાશ કરવાનો નહતો પરંતુ….

તો ૨૮૩ કિલોમીટરના લંબાઈના રસ્તા પર બ્રશિંગ કરીને ધૂળ સાફ કરવામાં આવ્યા હતા. તે માટે જેસીબી, ડંપર, કૉમ્પેક્ટર, કચરો ભેગો કરવાના વાહનો, પાણીના ટેન્કર વગેરે વાહનો સાથે ફાયરેક્સ મશીન, મિસ્ટિંગ મશીન વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત