જેનું લાઇસન્સ રદ્દ થયું છે તે ચાલુ કારે કોર્ટની કાર્યવાહીમાં જોડાયો અને પછી જજે કહ્યું….
નવી દિલ્હી : એક મેગેઝીનના રિપોર્ટ અનુસાર , મિશિગન યુનાઈટેડ સ્ટેટ્સમાં સુનાવણી દરમિયાન જજ ત્યારે દંગ રહી ગયા કે જ્યારે લાઇસન્સ સસ્પેન્ડ થયેલ એક વ્યક્તિએ પોતાની કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઝૂમ મીટિંગના માધ્યમથી વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
15 મેના રોજ, કોરી હેરિસને મિશિગન કોર્ટમાં સુનાવણી માટે ઝૂમ મારફતે હાજર રહેવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી. જો કે, જ્યારે તે ઝૂમ મારફતે કોલમાં જોડાયો ત્યારે તે ચાલુ કારમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. કોરી હેરિસ એક હાથે ફોન પકડી રહ્યો હતો જ્યારે બીજા હાથે કાર ચલાવતો હતો.
આ જોઈને ન્યાયાધીશ હેરાન થઈ ગયા હતા અને તેમણે કોરી હેરિસને પૂછ્યું કે શું તે ગાડી ચલાવી રહ્યા છે તો તેમણે કહ્યું હતું કે “હાલ તેઓ તેમના ડૉક્ટરની ઓફિસ જઈ રહ્યા છે. એટલે મને થોડી સેકન્ડ આપો, હું બસ પાર્કિંગ કરી લઉં. જો કે તેને આ પ્રશ્ન પૂછવા સમયે જજના મોઢાના હાવભાવ પર ધ્યાન નહોતું આપ્યું.
આ બાબતને લઈને જજે હેરિસના વકીલ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. વકીલે આ કેસની કાર્યવાહી ચાર સપ્તાહ સુધી સ્થગિત કરવાની માંગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે હા આ બાબતે મને પણ સમજાતું નથી. આ મામલો હવે લાઇસન્સ સસ્પેન્ડ હોવા છતાં વિના ગાડી ચલાવવાનો છે અને તે આ દરમિયાન વાહન ચલાવી રહ્યો હતો અને તેની પાસે લાઇસન્સ નથી.