આવું હશે Anant Ambani-Radhika Merchantના લગ્નનું ઈન્વિટેશન?
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Asia’s Most Reachest Businessman Mukesh Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)નું બીજું પ્રિ-વેડિંગ ફંક્શન ઈટલી ખાતે યોજાઈ રહ્યું છે. આ લગ્નની ગણતરી દેશના સૌથી મોટા અને મોંઘા લગ્ન તરીકે કરવામાં આવી છે. બીજી બાજું કપલના લગ્નની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું સ્પેશિયલ છે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ઈન્વાઈટ કાર્ડમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આમંત્રણ પત્રિકામાં આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના જિયો કન્વેન્શન સેન્ટરમાં પારંપારિક હિંદુ વૈદિક સમારોહમાં લગ્ન બંધનમાં બંધાશે. 12મી જુલાઈના યોજાનારા આ ફંક્શન માટે ડ્રેસ કોડ તરીકે ઈન્ડિયન ટ્રેડિશનલ એવું લખવામાં આવ્યું છે. ત્યાર બાદ 13મી જુલાઈના શુભ આશીર્વાદ સમારોહ યોજાશે અને એના માટે ઈન્ડિયન ફોર્મલ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. 14મી જુલાઈના રિસેપ્શન એટલે કે મંગલ ઉત્સવથી આ વિવાહ સમારંભનું સમાપન કરવામાં આવશે અને આ માટે ડ્રેસ કોડ ભારતીય ઠાઠ નક્કી કરવામાં આવ્યો છે.
હાલમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani), અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant) પોતાના પરિવાર અને મિત્રો સાથે ચાર દિવસના પ્રિ-વેડિંગ ફંક્શનની ઊજવણી કરી રહ્યા છે. આ ફંક્શનમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, અનન્યા પાંડે, સારા અલી ખાન, સલમાન ખાન સહિતના અન્ય સેલેબ્સ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં મહિનામાં અંબાણી પરિવારે જામનગર ખાતે એક શાનદાર પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સ, ઉદ્યોગપતિ, ટેકવર્લ્ડના દિગ્ગજ્જોએ હાજરી આપી હતી.