હિન્દુ મરણ
કપોળ
રાજુલાવાળા (હાલ મીરા રોડ) સ્વ. રસિકલાલ ભવાનીદાસ મહેતા (ઉં.વ. ૮૪) તે કનકબેનના પતિ. હિતેન, સ્વ. મિહિર તથા અ.સૌ. મીના બંકિમકુમાર ગાંધીના પિતા. અ.સૌ. તૃપ્તિ અને બંકિમના સસરા. સ્વ. બળવંતરાય, અ.સૌ. નીલાબેન જિતેન્દ્રકુમાર મહેતા અને અ.સૌ. નયનાબેન અનિલકુમાર સંઘવીના ભાઈ. શ્ર્વશુર પક્ષે સિહોરવાળા સ્વ. અનંતરાય મણિલાલ ભુતાના જમાઈ. સૌમિલના દાદા. જય અને પૂજાના નાના મંગળવાર, ૨૮ મે, ૨૦૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઠા. કુંવરજી રાઘવજી ઠક્કર (કતિરા)ના નાનાપુત્ર જમનાદાસ (ઉં.વ. ૭૭) તે અ.સૌ. સ્વ. લીલાવતીના પતિ. સ્વ. પ્રાગજીભાઈના નાનાભાઈ. સૌ. જયોતિબેન, પંકજના પિતાશ્રી. આચલના નાના. મનિષભાઈ કોઠારીના સસરા. સ્વ. તુલસીદાસ, મધુસુદન કોટકના બનેવી તા. ૨૮-૫-૨૪ને મંગળવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ તળાજા હાલ બોરીવલી સ્વ. નર્મદાબેન તથા સ્વ. ધનજીભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણના પુત્ર સ્વ. પ્રવીણભાઈ ચૌહાણ (ઉં.વ. ૭૩) તા. ૨૬/૫/૨૪ને રવિવાર શ્રીરામશરણ પામ્યાં છે. તે સ્વ.અ.સૌ. પૂર્ણિમાબેનના પતિ. જશુમતીબેન ગણપતલાલ રાઠોડ, સ્વ.અ.સૌ. જ્યોતિબેન મનહરલાલ મકવાણાના ભાઈ. ધર્મેશ તથા ચેતનના પિતા. અલ્પિતાનાં સસરાજી. સ્વ. બચુભાઈ રામજીભાઈ પરમારનાં જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦/૫/૨૪ને ગુરુવાર ૫ થી ૭, શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી – ઈસ્ટ.
હાલાઈ લોહાણા
ગામ માળિયા હાટીના, હાલ મુંબઈ-ભુલેશ્ર્વર અ.સો. નિહારીકા (નીર) કારિયા (ઉં.વ.૬૭) તે સ્વ. હસુમતી હરીદાસ પોપટની દીકરી. તે મહેશ કારિયાના પત્ની. તે મીતેશ, સપના સંદીપ મોરાણી, ધરા અમીત શર્માના માતુશ્રી. તે સ્વ. હીરાબેન હરીદાસ કારિયાના પુત્રવધૂ. તે અનુ કારિયાના સાસુ. સુશાનના દાદા તા. ૨૮-૫-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૪ને ગુરુવારે ૫થી ૬.૩૦. સ્થળ: શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, ૬/૧૦ ઠાકોરદ્વાર મધ્યે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ માંડવ માધોપૂર પોરબંદર, હાલ બોરીવલી શ્રી જયંતીલાલ નારણદાસ કાપડિયા (રાડિયા) (ઉં.વ. ૮૬) તેઓ સ્વ. જયશ્રીબેન જયંતીલાલ કાપડિયાના પતિ. ઉદય, પ્રગ્નેશ તથા સ્વ. નિલાક્ષી પંકજકુમાર ગાંધીના પિતાશ્રી. સ્વ. સાકરબેન મણીલાલ વસાણીના જમાઈ. નિસર્ગ, ચિંતન તથા ઈશિકાના દાદા. આકાશ તથા પૂજા પાર્થ મહેતાના નાના. દ્રષ્ટિ ભાવેશભાઈ પારેખના દાદાજી સસરા. મંગળવાર, તારીખ ૨૮મે ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તારીખ ૩૦ મે, ૨૦૨૪ના ૫થી ૭. સ્થળ: સોનીવાડી, શિમ્પોલી રોડ, બોરીવલી (વેસ્ટ).
કપોળ
ફોર્ટ સોનગઢવાળા સ્વ. માણેકબેન હિરાલાલ મહેતાના પુત્ર ડૉ. નરેશભાઈ મહેતા તે અરુણાબેનના પતિ. તે તૃપ્તિ મિલન હકાણી, દિપ્તી ધીરેન મહેતા, સુનામી ભાવિન મહેતા, હેમા પરેશ મહેતાના પિતા. તે સ્વ. અશ્ર્વિનભાઈ તથા કિશોરભાઈના મોટાભાઈ. તે મોસાળ પક્ષે સોનગઢવાળા સ્વ. મનસુખલાલ ગીરધર મહેતાના દોહિત્ર તે ભુંભલીવાળા સ્વ. દ્વારકાદાસ રતિલાલ ભૂતાના જમાઈ. સોનગઢ મુકામે તા. ૨૬-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા, સોનગઢ મુકામે રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ જ્ઞાતિ
ધનસુરા નિવાસી હાલ વિરાર, અ.સૌ. મીનલબેન જાની (ઉં.વ. ૫૧) તા. ૨૬/૫/૨૪ને રવિવારના દેવલોક પામેલ છે. મનીષ જાનીના ધર્મપત્ની. ઋષિલ, વિશ્ર્વમના મમ્મી. સ્વ. કાંતાબેન મણિલાલ જાનીના પુત્રવધૂ. ગં.સ્વ. નલિનીબેન કનુભાઈ જાનીના ભત્રીજાવહુ. સ્વ. પંકજભાઇ, આશિષભાઇ જીજ્ઞાબેન રમેશભાઇ વોરા, સ્વ. રીટાબેન, રચનાબેનના ભાભી. ટીંટોઈ નિવાસી, સ્વ. ઇન્દીરાબેન અને રાજેન્દ્ર ગૌરીશંકર જોષીની દીકરી. પ્રાર્થનાસભા તા. ૩૦/૫/૨૪ને ગુરુવાર ૫ થી ૭. બંને પક્ષની સાથે રાખેલ છે, જલારામ બેન્કવેન્ટ હોલ, પી.પી. માર્ગ. એસ. ટી. સ્ટેન્ડની બાજુમાં, વિરાર વેસ્ટ, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોઢ ચતુવૈદિ ચૂથા સમવાય બ્રાહ્મણ
મૂળગામ ઘેટી હાલ મુંબઈ રજનીકાંત દવે (ઉં.વ. ૮૫) તે તા. ૨૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દયાબેન દિનકરરાય દવેના પુત્ર. દમયંતીબેનના પતિ. સ્વ. કમલેશ, પિયુષ તથા પ્રજ્ઞાબેન ઉમેશકુમાર શાહના પિતાશ્રી. રિંકુના સસરા. મહેન્દ્રભાઈ, બકુલભાઈ, વિરેન્દ્રભાઈ, ગં.સ્વ. નલિનીબેન કનુભાઈ ભટ્ટ, જ્યોતિબેન જ્યોતિન્દ્રભાઈ રાવળ, ગં.સ્વ. પ્રેમિલાબેન ભુપેન્દ્રભાઈ શાહના ભાઈ. સાસરાપક્ષે સ્વ. દલપતરામ નંદરામ શુક્લ (દામનગર)ના જમાઈ. બંને પક્ષની સાદડી તા. ૩૦/૫/૨૪ના (ગુરુવાર) ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
માંગરોળ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. તરલિકા તુલસીદાસ મુળજીભાઈ પારેખ (ઉં.વ. ૮૫) તે ૨૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રાજેશ, દેવાંગ, સ્વ. અલકા, મમતા તથા એકતાના માતુશ્રી. પૂજા, ઋતા, સ્વ. જયંતભાઈ, નિલેશભાઈ, અજયભાઇના સાસુ. પાર્થ, ઇશિતા, વિધિ, સોહેલ તથા ક્રિશના દાદી. પિયરપક્ષે સ્વ. કાશીબેન ચુનીલાલ શેઠ જૂનાગઢના દીકરી. સ્વ. રજનીકાંત સાંગાણી, મહેન્દ્રભાઈ પારેખ, સ્વ. ધનસુખભાઇ શાહ તથા સ્વ. ગણપતભાઈ માલવિયાના વેવાણ. પ્રાર્થનાસભા ૩૧/૫/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
મોચી
મૂળ ગામ ભાવનગર હાલ મલાડ સ્વ. ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણના ધર્મપત્ની ગં.સ્વ. દેવકુંરબેન ચૌહાણ (ઉં.વ. ૭૫) તા. ૨૭/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે તૃપ્તિ, મહેશ, રેખા, હરેશ, હર્ષા, જીગુના માતુશ્રી. તનસુખ ગોહિલ, અશોક ગોહિલ, મનીષ ગોહિલ, હર્ષદ ગોહિલ, પ્રિતી તથા જલ્પાના સાસુ. નંદાભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. કંચનબેન, ગં.સ્વ. હસુબેનના ભાભી. પિયરપક્ષે કોડિયાદવાળા હાલ મલાડ ભોગીભાઈ, રમેશભાઈ, દિનેશભાઇ, પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ, સ્વ. સઉંબેન, કળુંબેન, ગં.સ્વ. ગીતાબેન, દક્ષાબેનના બહેન, પ્રાર્થનાસભા ૩૦/૫/૨૪ના ૪ થી ૬. લક્ષ્મીનારાયણ મંદિર, કાઠિયાવાડી ચોક, મલાડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગામ બાદલપરા હાલ ભાયંદર સ્વ. દુર્લભજી કરુણાશંકર ભટ્ટના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન ભટ્ટ (ઉં.વ. ૮૪) તે ગં.સ્વ. હેમલતાબેન જયંતીલાલ ભટ્ટના દેરાણી. જસ્મીન, શૈલેષ, કૈલાશ, શિલ્પા, નિવૃત્તિના માતુશ્રી. અમિતા તથા પ્રિતીના સાસુ. મહેશ, હર્ષ, કપિલા, રેખાના કાકી. સ્વ. બાલકૃષ્ણ ભગવાનજી ઠાકરના બહેન. પ્રાર્થનાસભા ૩૦/૫/૨૪ના ૫ થી ૭. રાજસ્થાન હોલ, નવરંગ હોટલ બાજુમાં, ૬૦ ફીટ રોડ, ભાયંદર વેસ્ટ.
ઘોઘારી લોહાણા
કાંદિવલી નિવાસી ગં.સ્વ. ઇલાબેન ઠક્કર (ભુપતાણી) (ઉં.વ. ૭૫) તે સ્વ. નરેન્દ્રભાઈ મણિલાલ કાનજી ભુપતાણીના ધર્મપત્ની. જેકવીન ક્રિષ્નરાજ રાડિયાના માતુશ્રી. સ્વ. ઇન્દુમતી દિલીપરાય, સ્વ. વિજયાબેન પ્રવીણભાઈ, હંસાબેન નંદકિશોરના દેરાણી. ધરમપુરવાળા સ્વ. જયાબેન તથા સ્વ. નંદલાલ મોહનલાલ વસાણીના પુત્રી. નીલાબેન પરેશભાઈ રાડિયાના વેવાણ ૨૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
મૂળ ગામ ગારિયાધાર હાલ કલ્યાણ સ્વ. મંજુલાબેન તથા સ્વ. મનહરલાલ ચત્રભુજ રેલીયાના પુત્ર પ્રજ્ઞેશભાઈ (ઉં.વ. ૪૪) સોમવાર, તા. ૨૭/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્નેહાબેનના પતિ. રિધ્ધિ અને મનના પિતા. તે રશ્મિબેન હિતેશભાઈ કારિયાના ભાઈ. ઉષાકાંતભાઈ, જગદીશભાઈ, સ્વ. રમેશભાઈ, તનસુખભાઈ, ગં.સ્વ. ભાનુબેન દેવરામ સાદરાણી, ઈલાબેન કિશોર પાબારીના ભત્રીજા. આરતીબેન જગૃતભાઈ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. – રૂમ નં.૧, મોરારબાગ, સુભાષ ચૌક, મુરબાડ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
ઉષા પરેશ ગણાત્રા તે તા. ૨૮-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. અમિતાબેન અમૃતલાલ ગણાત્રા મૂળ ગામ જામનગર (હાલ ભાયંદર)ના પુત્રવધૂ. પરેશભાઈની ધર્મપત્ની. તે સવિતાબેન બચુબાઈ શિંગાડાની સુપુત્રી. બિપિનભાઈ, જયેશભાઈ, રીટા ભરતકુમાર દત્તા, માધવી નવીનભાઈ પોપટના ભાભી. ચિરંજીવી રાજન પરેશ ગણાત્રા, મહેક પરેશ ગણાત્રાના માતુશ્રી. પ્રાર્થનાસભા તા. ૩૦-૬-૨૪ ગુરુવાર (૫-૭). સ્થળ- સ્વામી વિવેકાનંદ સભાગૃહ, લક્ષ્મીનારાયણ સંકુલ, ડોમિનોસ પાસે, જેસલ પાર્ક, ભાયંદર પૂર્વ.