નેશનલ

ચૂંટણી સભા સંબોધવા ચંડીગઢ ગયેલા અશોક ગેહલોત કેમ અચાનક જયપુર પાછા ફર્યા ?

ચંદીગઢ : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતને (ashok gehlot) અચાનક સ્લીપ ડિસ્ક સબંધીત સમસ્યાથી પીડાતા પંજાબમાં તેમણે ચૂંટણી કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. તેઓ બુધવારે ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. આ સાથે જ તેઓ કોંગ્રેસ ઉમેદવાર વિજય સિંગલાના સમર્થનમાં જાહેર રેલીમાં પણ હાજરી આપવાના હતા. આ કાર્યક્રમ માટે તેઓ ચંડીગઢ પહોંચ્યા હતા પરંતુ સ્લીપ ડિસ્ક સબંધીત સમસ્યાને લીધે તેઓ જયપુર પરત ફર્યા હતા.

તેમણે આ બાબતની જાણકારી આપતા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું કે, આજ મારી ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ અને કોંગ્રેસ ઉમેદવાર વિજય સિંગલાના સમર્થનમાં જાહેર રેલીનો કાર્યક્રમ હતો, તેના માટે હું રાતે જ ચંડીગઢ પહોંચી ગયો હતો પરંતુ કાલરાતથી જ સ્લીપ ડિસ્ક સબંધીત સમસ્યાના લીધે ડોકટરની સલાહ માનીને આજે જયપુર આવી ગયો છું. મારી પંજાબની જનતાને અપીલ છે કે ખેડૂતો અને સૈનિકોનાં સન્માન, લોકશાહીના રક્ષણ અને દેશમાં સૌહાર્દ બન્યું રાખવા માટે કોંગ્રેસને મત આપજો . આપના વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજયી બનાવો.

કોંગ્રેસે પંજાબની શ્રી આનંદપુર સાહિબ લોકસભા સીટ માટે વિજય સિંગલાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પંજાબની તમામ 13 લોકસભા સીટો પર અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ઉનાળાની આ સિઝનમાં પણ કોંગ્રેસના દરેક કાર્યકર અને આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે અને પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચારમાં વ્યસ્ત છે. પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ ભાજપ અને શિરોમણી અકાલી દળ પણ એકલા હાથે મેદાનમાં છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button