ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Hance અત્યારથી
Hunter વારસ
Heir શિકારી
Hare અર્ધકમાન
Hence સસલું

ઓળખાણ રાખો
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનાં માતા મીનળદેવીએ ધોળકામાં બંધાવેલા તળાવની ઓળખાણ પડી? સહેલાણીઓ માટે એ આકર્ષણ હોય છે.
અ) ગૌરીશંકર તળાવ બ) હમીરસર તળાવ ક) મલાવ તળાવ ડ) અલ્પા તળાવ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘હણ્યા આતતાયી એકલ હાથ’ પંક્તિમાં આતતાયી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) આપ્તજન બ) આળસુ ક) હથિયારધારી ડ) બુદ્ધિશાળી

માતૃભાષાની મહેક
ગ્રામ્ય બોલીમાં વપરાતા શબ્દ કમખોનો ઉપયોગ સાહિત્યમાં અત્યંત મુલાયમ રીતે થાય છે. શહેરી બોલીમાં જેને બ્લાઉઝ કહીએ છીએ એ તળપદી ભાષામાં કમખો તરીકે ઓળખાય છે. આ સેલા (લગ્નમાં પહેરવાની ભારે સાડી) સાથે લાલ કમખો સરસ લાગશે એવું ક્ધયાના લગ્નની ખરીદી વખતે સાંભળવા મળતું હોય છે.

ગુજરાત મોરી મોરી રે
‘કશું જ ન મળે તે કરતાં થોડું મળે તેય સારું સમજવું’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
મામા કહેણા સારા મામા કરતાં ન

ઈર્શાદ
મને તું બાંધે જે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું.
— ચિનુ મોદી

માઈન્ડ ગેમ
શૂન્ય વિનાની બે આંકડાની એક પણ અંકની પુનરાવૃત્તિ વિનાની સૌથી નાની સંખ્યાને એક પણ અંકની પુનરાવૃત્તિ વિનાની બે આંકડાની સૌથી મોટી સંખ્યા સાથે ગુણાકાર કરતા શું જવાબ મળે?
અ) ૧૦૬૦ બ) ૧૦૮૯ ક) ૧૧૪૪ ડ) ૧૧૭૬

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Space અંતરિક્ષ
Spare વધારાનું
Spank ચાપટ મારવી
Spark તણખો
Spade પાવડો

ગુજરાત મોરી મોરી રે
ચઢ જા બેટા શૂળી પર, ખુદા તેરા ભલા કરેગા

ઓળખાણ પડી?
અફઘાનિસ્તાન

માઈન્ડ ગેમ
૩૬

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જુવાની

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મેઠીયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ ટોલિયા (૪૦) ભાવના કર્વે (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૦) નંદકિશોર સંજાણવાળા (૫૧) કશોર બી. સંઘરાજકા (૫૨) જગદીશ ઠક્કર (૫૩) હેમા હરીશ ભટ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button