મહારાષ્ટ્ર
પુણેમાં યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ: આરોપીની ધરપકડ
પુણે: પુણેમાં સ્કૂટરને ટક્કર માર્યા બાદ યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ કરનારા ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી.
પિંપરી વિસ્તારમાં મંગળવારે મોડી રાતે આ ઘટના બની હતી.
યુવકને રાતે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. આરોપી સુશિલ કાળેને આની જાણ થતાં તે કાર લઇને ત્યાં પહોંચી ગયો હતો અને તેણે યુવકના સ્કૂટરને ટક્કર મારી હતી, જેને કારણે યુવક રસ્તા પર પટકાયો હતો. આરોપીએ ત્યાર બાદ યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન આરોપીએ કારમાં ઊતરીને યુવકની મારપીટ કરી હતી, જેમાં તેને ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)
Taboola Feed