આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pune Porsche Accident: ધકપકડ કરાયેલાં ડોક્ટરની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…

પુણેઃ પુણે પોર્શે એક્સિડન્ટ (Pune Porsche Accident) મામલામાં દરરોજ એક પછી એક ચોંકાવનારા નવા નવા ખુલાસા થતાં હોય છે. સગીર આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરનાર અને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ ડો. શ્રીહરિ હાર્લોરની ધરપકડ કરવામાં આવી હતી.

હવે મળી રહેલી માહિતી અનુસાર ડો. શ્રીહરિ હાર્લોરની તબિયત ઈન્ફેક્શનને કારણે બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય ડો. હાર્લોરે પોતાની સાથી ડો. અજય તાવરેના કહેવા પર સગીર આરોપીના બ્લડ સેમ્પલ બદલ્યા હોવાનો આક્ષેપ મૂક્યો છે.

પુણે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરે પૈસા લઈને સગીર આરોપીના લોહીના નમૂના તો બદલ્યા જ હતા પણ તેમણે લાંચના બદલામાં આરોપીના પિતા અને દાદાને એ વાતની બાંહેધરી પણ આપી હતી કે તેમને આગળ મેડિકલ સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. આ જ કારણે તેમણે આરોપીને ફિઝિકલ ચેકઅપમાં પણ ક્લીન ચીટ આપી છે.

આ પણ વાંચો: Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

અત્રે ઉલ્લેખનીય છે કે 19મી મેની સવારે એફઆઈઆર રજિસ્ટર્ડ થયા બાદ સગીર આરોપીને ફિઝિકલ ચેકએપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને એ સમયે ડોક્ટરોએ તેને ક્લીન ચિટ આપી હતી કે ના તો તે દારૂના નશામાં છે કે ના તો એક્સિડન્ટમાં તેને કોઈ ઈજા પહોંચી છે. જ્યારે કે આરોપીને લોકોએ ઘટનાસ્થળે જ ઢોર માર માર્યો હતો, જેની નોંધ મેડિકલ રિપોર્ટમાં હોવી જોઈતી હતી.

આ બાબતે પોલીસનું એવું કહેવું છે કે 19મી મેની સવારે 11 વાગ્યે સાસુન હોસ્પિટલમાં સગીર આરોપીનું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા એને ડોક્ટરોએ ફેંકી દીધા હતા. સગીરની જગ્યાએ બીજી કોઈ જ વ્યક્તિના બ્લડ સેમ્પલ લઈને તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ડો. શ્રીહરિ હાર્લોરે જ આ સેમ્પલની અદલાબદલી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button