આપણું ગુજરાત

શહેર કોંગ્રેસ દ્વારા ગેમ ઝોનમાંથી ગુમ થયેલા પરિવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

હેલ્પ લાઈન નંબર 99799 00100 કોંગ્રેસ સમિતિ મદદકર્તા બનશે

રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજકોટ લોકસભા ના ઉમેદવાર અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવેલ હતું.

આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેમ ઝોન માંથી ગુમ થયેલા અને રાજકોટ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં રાજકોટમાં ગેમઝોનની આગની લપેટમાં મૃત્યુ પામનાર કેટલાક વ્યક્તિઓની ઓળખ થઈ છે પરંતુ હજુ સુધી ઘણા ખરા મૃતદેહોની ઓળખ પણ થઈ નથી/એટલે કે હજુ સુધી ગુમ છે. તેઓના પરિવારને મદદરુપ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે જેનો નંબર 99799 00100 (પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને આ નંબર પર સરકાર દ્વારા થતી મુશ્કેલી પરેશાની કે હાડમારી અંગેની વિગતો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિ મદદકર્તા બનશે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત

વધુમાં પરેશભાઈ ધાનાણી દ્વારા જણાવ્યું હતું કે ઘટનાને આપણે સૌ સાક્ષી છીએ રાજકોટના હૃદય સમાન વિસ્તારમાં આગની ઘટના કેટલાય જીવન બુજાવી દીધા છે સત્તાવાર 28 વ્યક્તિ મરણ થયા છે તેવું સરકારશ્રી દ્વારા જણાવેલ છે બનાવના દિવસે કોંગ્રેસના આગેવાનો સવારના પાંચ સુધી સતત હોસ્પિટલો ઉપર પીડિત પરિવારો ને અને શક્ય એટલી મદદરૂપ સરકારને બનેલ હતા. હૃદય થીજી જાય એવા દ્રશ્યોના તાજનો સાક્ષી હું પણ છું સરકાર દ્વારા સત્યને છુપાવવાનો પ્રયાસ છે. ટ્રીનીટ્રી હોસ્પિટલમાં મૃતદેહ સૌપ્રથમ પહોંચાડેલ હતા ગેમ ઝોન ની કામગીરી ચાલુ હતી ત્યારે કાટમાળ નીચે દબાયેલા સળગેલ હતા અને લાશો જેનો અતો પતો નથી. 26 તારીખે બનાવના બીજા દિવસે પણ કેટલીક વ્યક્તિઓના માનવ અવશેષો પ્રાપ્ત થયા હતા બપોરે બીજી શિફ્ટમાં પણ મૃતદેહો અવશેષો પ્રાપ્ત થયા અંદાજે 44 જેટલા સબ હોવાનું જાણવા મળેલ છે ગુમ થયેલા આંકડામાં વિસંગતતા છે સિવિલ હોસ્પિટલમાં કેટલાયના પીએમ કર્યા આજે પ્રસિદ્ધ થયા નથી. શિબિલ સર્જન, કલેકટર, કલેક્ટર પોલીસ કમિશનર તરફ ખો આપે છે અને દરેકના આંકડાઓ જુદા જુદા હોય અને દરેકના આંકડામાં વિસંગતતા જોવા મળે છે પોસ્ટમોર્ટમ પછી પણ સાચો આંકડો સિવિલ સર્જન છુપાવતા હોય તેવું સ્પષ્ટ જણાય છે સીટના વડાના ગઈકાલના નિવેદનમાં જણાવ્યું છે કે 3000 સેન્ટિગ્રેડ જેટલું તાપમાન હતું ત્યારે હાલ આપણે 45 ડિગ્રીમાં પણ તોબા લઈ જાય છે ત્યારે 3000 જેટલા ડિગ્રી તાપમાનમાં એક સળી પણ ટકી શકે નહીં ગુંગળામણ ને કારણે પણ ભૂલકાઓ મૃત્યુ પામ્યા છે ઊંચા તાપમાનને કારણે આગમાં ખાખ થયા છે. રાખ થવાની સંભાવના છે કેટલીય માતાઓએ પોતાના વ્હાલસોયા ભૂલકાઓ ગુમાવ્યા છે. મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે ભવિષ્યમાં આવા બનાવોને સત્યને ઉજાગર કરવા જોઈએ એસઆઇટીનો દુરુપયોગ થયો છે એસ.આઇ.ટી જવાબદાર એવા તમામ ગુનેગારો સાથે એ એફઆઇઆર કરે તેવી અપેક્ષા છે આ ઘટનાના ભોગ બનેલા મૃત્યોને અવશેષો નહીં મળે ત્યારે ગુમ થયેલા માટે અને સાચો આંકડો મળે તે માટે આજુબાજુના સીસી કેમેરા કબજે કરવા તેમજ બિનવારસી વાહનો ની પણ તપાસ કરી સત્ય સુધી પહોંચવાનું પ્રયત્ન થવો જોઈએ. ગેમ ઝોનમાં 99 રૂપિયાની સ્કીમ હોવાથી કર્મચારીની સંખ્યા પણ પૂરતી હોય બનાવના દિવસે કેટલા કર્મચારી હતા અને તેની પણ એક યાદી જાહેર થવી જોઈએ બનાવના સ્થળે અધિકારીઓએ પુરાવા રદ કરવા અને તમામ માચરો ધૂળ ભેગો કરવામાં આવેલ હોય ત્યારે સાયન્ટિફિક પૃથકરણ થવું જોઈએ આ બનાવના દિવસે કેટલાય લોકો હતા કેટલા ગ્રાઉન્ડ ઉપર કેટલા ફર્સ્ટ ફ્લોર કેટલા સેકન્ડ ફોર પર પૂર્તિ તપાસ થવી ઘટે સરકાર કરુણ ઘટના પર પડદો પાડવા પ્રયાસ કરે છે પણ આ રાજનીતિનો પ્રશ્ન નથી ગુજરાતના અવાજ લોકો સુધી પહોંચે એ માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ

લલિત કગથરા – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય એ જણાવ્યું હતું કે આજે દર્દનાક ઘટના બની છે તે કોઈ શબ્દોમાં વાત કરી શકાય એમ નથી છતાં સરકાર જે પ્રકારે વડોદરા ખાતેની સુરતની અને મોરબી ખાતે ની ઘટનામાં જે રૂટિન પ્રક્રિયા મુજબ સરકાર પગલા ભરી રહી છે એ એ પ્રકારે તપાસ થઈ રહી છે માછલાઓ પકડી સંતોષ માની રહી છે સરકારનો બદઈરાદો હોય એવું સ્પષ્ટ જણાય છે હાલ ચાર ચાર વર્ષથી ગેમ ઝોન ચાલતું હોય બહારનો ગેટ ન હોય વેન્ટિલેશન ન હોય ચાર વર્ષથી ચાલતું હોવા છતાં કમિશનર અને પદાધિકારીઓ નાના કર્મચારીઓને સરકાર સસ્પેન્ડ કરે અને કમિશનર એ ઇવેન્ટ બની કામ કરે તો આવા ઉચ્ચ અધિકારીઓને પણ ઘર ભેગા કરવા જોઈએ ઉચ્ચ અધિકારીઓના નામો નહીં આવે તો પરિવારોની સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે અને જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે તમામને રાજકોટ કોંગ્રેસ દ્વારા મદદરૂપ થવા પ્રયત્ન કરાશે આ ઘટનામાં મોટા માથાઓને પણ ગિરફતાર લઇ તેઓની સામે એ એફ.આઇ.આર કરી સરકારે દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી લાપરવાહી અધિકારીઓ દાખવે નહીં.

આજની પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણી કોંગ્રેસના સિનિયર આગેવાનો કૃષ્ણદતભાઇ રાવલ, સંજયભાઈ લાખાણી, ગજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button