આપણું ગુજરાત

રાજકોટમાં અગ્નિકાંડ: ઉચ્ચ અધિકારીઓ સામે FIR કરવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખે જણાવ્યું

પત્રકાર પરિષદને શક્તિસિંહજી ગોહિલ, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી સંબોધન કર્યું

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટની જે દુઃખદ ઘટના બની તે કરુણ ઘટના અંગે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે અતિ દુઃખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની છે ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે સાચો આંકડો બહાર આવશે કે કેમ? હાલતો 30 વ્યક્તિએ જાન ગુમાવ્યા છે રાજકોટ ખાતે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની આ ઘટનામાં બાળકોના ટુકડે ટુકડા અને માનવ અવશેષો પ્રાપ્ત થાય એ પ્રકારની આ ઘટના બની છે. માણસના જીવની કોઈ કિંમત નથી સંપત્તિ પણ માણસને જીવ પરત નથી આપી શકતા કોઈપણ એસઆઇટી કે સરકારના શબ્દો પણ તેને જીવ આપી શકવાના નથી.

બંધારણ પ્રમાણે સરકારની જાણ માલ અને મિલકતની સુરક્ષા ની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો સરકારે બોધ પાઠ લેવો જોઈએ પરંતુ આ સરકાર સુરતની તક્ષશિલામાં બાળકો સુરતમાં જે પરિવારે પોતાના પરીવારો ચોધાર આંસુએ રડી પડે એ પ્રકારની તક્ષશિલા ની ઘટનામાં આજે પણ ન્યાય હજુ સુધી પરિવારોને મળેલ નથી મોરબી નો પુલ તૂટ્યો મોટા માથાઓ કે સરકાર જવાબદારોનો સ્વીકાર કરતી નથી વડોદરામાં હરણી લેકમાં નાના ભૂલકાઓમાં નાના બાળકો મૃત્યુ થાય બ્રિજનું ઉદઘાટન પહેલા બ્રિજ તૂટી પડે બ્રિજ જે બનાવતી હતી તે બ્લેક લિસ્ટ થયેલી કંપની ને ભાજપ નાણા આપે બ્લેકલિસ્ટ માંથી તે કંપની નીકળી ગઈ.

રાજકોટમાં નાનું એવું બાંધકામ પણ મંજૂરી વગર ચાલે તો તે સમજી શકાય પરંતુ આ પ્રકારે ચડે ચોક ચાર ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદેસર ગેમ ઝોન ચાલે છતાં તંત્ર બેદરકાર રહે તે કેટલે અંશે વ્યાજબી છે અને આ ગેમ ઝોન ફાયર સેફટી ના તમામ નિયમોને છડે ચોક ઉલંઘન થયું છે. 

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે જે વ્યંજનમાં આ બનાવ બનેલ છે તેમાં નાના અધિકારીઓ ઉપર પગલા લીધા જ્યારે મેયર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ ના ફોટા સોશિયલ મીડિયામાં જતા હોય ત્યાં નાના અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે માં મોટા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય તેઓની સામે પણ એફઆઇઆર કરવી ઘટે.

આ પણ વાંચો: પુત્રજન્મથી લઈને ઘરે ઉજાણીનો માહોલ અને તેવા સમયે આવ્યા માઠા સમાચાર ….

વર્ષ 2022 માં મેં શ્રી ત્યાં જાય છે તત્કાલીન સમયના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી કિશોરભાઈ રાઠોડ તથા ભાજપની સમગ્ર ટીમ આ જગ્યાએ જાય છે કલેકટર શ્રી મ્યુનિસિપલ કમિશનર પોલીસ અધિકારીઓ જે ટ્રેકમાં ફોટો પડાવ્યો છે તે બાજુનું બિલ્ડીંગ સળગ્યું છે સરકાર પાંચ અધિકારીને સસ્પેન્ડ કરે આવા અધિકારીઓને છાવરે છે. 

જે અધિકારીઓ કટ કટાવતા હોય છે તેઓને ફિલ્ડમાં રાખે છે આ સરકાર અને જે કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ સતીશ વર્મા રાહુલ શર્મા રજનીશ રાય જેવા પોલીસ અધિકારીઓની કારકિર્દી ખતમ ભારતીય જનતા પાર્ટી એ કરી છે અધિકારીઓ ઉપર ધાક ધમકી ઉભી કરે છે અધિકારીઓને પગાર કોંગ્રેસ ભાજપમાંથી આવવાનો નથી એ જનસેવક છે તે ભાજપના સેવક નથી હું ફરી માંગ કરીશ ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરે મુખ્યમંત્રીની પાછળ કોઈ બેક સીટ થી ડ્રાઇવિંગ કરે છે. 

જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને વધુ આર્થિક અને મોટી મદદ કરવી જોઈએ કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ કરી શકતી હોઈ સરકાર તો આ ઘટના એ સરકારની જવાબદારી બને છે. આવતીકાલે દરેક જિલ્લા મથક પર બિન રાજકીય રીતે કાર્યક્રમ કોંગ્રેસના તમામ આગેવાનો કરશે અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો જોડાઈ એ પ્રકારનું એક કોઈપણ વિસ્તારમાં કાર્યક્રમ જિલ્લા મથકે કરાશે. 

લોકશાહીમાં મીડિયા એક પિયર છે ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યારે જવાબદારી રાજ્યના ગૃહ મંત્રી ગણાય હાઈકોર્ટે સરકારને વારંવાર ફટકા લગાવ્યા પછી પણ સરકારમાં કોઈ સુધારો થયો નથી.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ સૂઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે ‘સરકાર પર અમને વિશ્વાસ જ નથી!’

અમિત ચાવડા :- રાજકોટમાં જે ગોઝારો બનાવ બનવા પામેલ છે તે 30 પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે તે તમામને દુઃખ સહન કરવાની શક્તિ આપે રાજકોટમાં અગ્નિ કાનમાં 30 વ્યક્તિઓના જીવ ગયા કમલમમાં પહોંચતા હપ્તાના કારણે જીવ ગયા છે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે મોરબી તક્ષશિલા વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે તેમાં મુખ્ય વ્યક્તિઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલ હોય પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે ટીપી અને તમામ રોજીંદી કલેક્ટર કચેરી કમિશનર તમામ બાબતોને રેગ્યુલર તપાસ થવી જોઈએ જે થઈ નથી ગેરકાયદેસર ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી બે દિવસ પહેલા પણ આગનો બનાવ બનેલ હતો પરંતુ તંત્ર ન જાગતા આ પ્રકારની ઘટના બની છે કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે.

વજુભાઈ એ કહ્યું કે વહેવારથી જ આ બધું ચાલે છે વહેવાર એટલે નાણાં કહેવાય. ત્રણ ચાર માછલા પકડી મગરમચ્છો ને છોડી પડદો પાડવાનો પ્રયાસ થયો છે તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે સરકાર હાલ ફરિયાદી બની છે પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળે જે પગલે કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપીઓ ને સજા પડી શકે એસઆઇટી મેયર અને કમિશનર સામે ગુનો દાખલ કરે આ દુખદ બનાવને મૃત્યુ પામનારને શોકાંજલિ પાઠવીએ છીએ.

પરેશભાઈ ધાનાણી :- રાજકોટનો આ બનાવ પહેલો બનાવ નથી આ છેલ્લો બનાવ બને તેવું આપણે બધાએ ઈછીએ સરકારના કાયદા ઘડે છે તે પાલન કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલ વારી કરવામાં ઉણું ઊતર્યું છે જો કામદાર ક્યાંય ક્ષતી કરે તો સુપરવાઇઝર ની જવાબદારી બને છે તે જ પ્રકારે નાના મગર માછલાઓને પકડી મગરમચ્છો ને જે રીતે છોડી દેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે તક્ષશિલામાં 22 બાળકો હરણી તળાવ વડોદરામાં 14 જિંદગીઓ ડૂબી જાય મોરબીના ઝુલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય જેવ સમાઈ જાય સરકારની નિષ્ફળતા ઊભી થાય ત્યારે એસઆઇટીની રચના કરે છે.

20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી સીટની રચના એ પડદો પાડવાની બાબત છે ચાર વર્ષથી ગેમ ઝોનનું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ચાલતું હતું આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટમેનેજર બની ગયા છે એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે જેનો ભોગ ગુજરાતની પ્રજા અને ભૂલકાઓ બની રહ્યા છે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરીએ રાજનીતિ બંધ કરવી જોઈએ.

પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા ગુજરાતના NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…