નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પૂર્વાંચલની આ 8 સીટો ભાજપનો ખેલ બગાડી શકે છે, જાણો વિગત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભાજપ સામે તમામ વિરોધ પક્ષો એક થઈને ચૂંટણી લડી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન ભાજપનો ખેલ બગાડી શકે છે. તેમાં પણ પૂર્વાંચલની 8 સીટો ભાજપ માટે મોટો પડકારરૂપ બની છે. આમ પણ પૂર્વાચલની રાજનીતિ સમજવી ખૂબ જ જટીલ છે. પીએમ મોદી ખુદ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે તેમ છતાં પણ આ પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન સંતોષકારક રહ્યું નથી.

ગાઝીપુર લોકસભા સીટ

જેમ કે 2014માં ગાઝીપુર લોકસભા સીટ પરથી મનોજ સિંહા ચૂંટાયા હતા. મનોજ સિંહાને કેન્દ્ર સરકારમાં મંદી પદ મળ્યું હતું. પરંતું 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી સપા-બસપાની ટિકિટ પર અફઝલ અંસારી જીત્યા હતા. અફઝલ અંસારીએ મનોજ સિંહાને 1,19,392 મતોથી હરાવ્યા હતા. આ વખતે ભાજપે અહીંથી પારસનાથ રાયને ટિકિટ આપી છે, તેમનો સીધો મુકાબલો અફઝલ અંસારીથી છે. ગાઝીપુરમાં ભાજપ પાસે એક પણ વિધાનસભા સીટ નથી.

જોનપુર લોકસભા સીટ

તે જ પ્રકારે જોનપુરમાં પણ ભાજપને વર્ષ 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપે લોકપ્રિય નેતા કૃપાશંકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો સપાના નેતા બાબુસિંહ કુશવાહા સામે છે.

ઘોસી લોકસભા સીટ

પૂર્વાંચલની અન્ય એક સીટ ઘોસીથી બસપાના ઉમેદવાર અતુલ રાય વિજેતા થયા હતા. 2024માં સપાએ રાજીવ રાયને જ્યારે બસપાએ બાલકૃષ્ણ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. તે બંને સામે એનડીએના ઉમેદવાર તરીકે સુભાસપાના ઉમેદવાર અનિલ રાજભર મેદાને છે.

આઝમગઢ લોકસભા સીટ

વર્ષ 2019માં આઝમગઢથી અખિલેશ યાદવે જીત મેળવી હતી, જો કે અખિલેશ યાદવે રાજીનામું આપ્યું હતું. આઝમ ગઢમાં ફરી પેટા ચૂંટણી થયા ત્યારે ધર્મેન્દ્ર યાદવે દિનેશ લાલ યાદવ નિરહુઆને જોરદાર હાર આપી હતી.

લાલગંજ લોકસભા સીટ

વર્ષ 2014માં લાલગંજથી ભાજપની ટિકિટ પર નીલમ સોનકરે જીત મેળવી હતી. વર્ષ 2019માં સપા અને બસપાએ એક સાથે ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ સીટ છિનવી લીધી હતી. બસપાના ઉમેદવાર સંગીતા આઝાદ સાંસદ બન્યા હતા. ભાજપે આ વખતે પણ નિલમ સોનકરને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે બસપાએ અહીંથી ઈંદુ ચૌધરીને તો સપાએ દરોગા સરોજને ટિકિટ આપી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 49.20 % મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 70.19 ટકા મતદાન

ચંદૌલી લોકસભા બેઠક

ડૉ. મહેન્દ્ર નાથ પાંડે હાલમાં ચંદૌલી લોકસભા બેઠક પરથી સાંસદ છે, જેમણે 2019ની ચૂંટણી માત્ર 13,959 મતોથી જીતી હતી. અગાઉ 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ 1.5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. સપાએ 2024ની ચૂંટણી માટે અહીંથી વીરેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. બસપાએ સતેન્દ્ર કુમાર મૌર્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહેન્દ્ર નાથ પાંડેએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મછલી શહેર લોકસભા સીટ

હાલ અહીંથી ભાજપના સાંસદ બીપી સરોજ છે. ભાજપે તેમને ફરી 2024ની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીપી સરોજે આ સીટ માત્ર 181 વોટથી જીતી હતી.

બલિયા લોકસભા સીટ

2019ની લોકસભા ચૂંટણીમાં, વીરેન્દ્ર સિંહ મસ્ત બલિયાથી માત્ર 15,519 મતોના માર્જિનથી જીત્યા હતા. આ વખતે ભાજપે નીરજ શેખરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે સપાએ સનાતન પાંડે અને બીએસપીએ લલન સિંહને ઉમેદવાર બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button