તરોતાઝાનેશનલ

Health: શું આ એક વસ્તુ ખાવાથી કન્ટ્રોલમાં રહે છે Blood Sugar Level?

આહાર એ સ્વાસ્થ્ય પર અસર કરતું સૌથી મોટું પરિબળ છે. ખાસ કરીને જે લોકો lifestyle Diseaseથી પીડાતા હોય તેમની માટે તેમની જીવનશૈલી જ સૌથી મોટો ઈલાજ હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ ધ્યાન આપવું પડે છે.

આહારમાં તમે જે પણ ખાઓ કે પીઓ છો તેની સીધી અસર તમારા બ્લડ સુગર લેવલ પર પડે છે. જો આપણે સાદી ભાષામાં સમજીએ તો કેટલીક ખાદ્ય ચીજો બ્લડ સુગર લેવલમાં વધારો કરી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે, જ્યારે કેટલીક ખાદ્યપદાર્થો વધતા સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

આ સંદર્ભમાં, કેટલાક ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઘણી ડાયેટ હેક્સ શેર કરતા જોવા મળે છે. હાલમાં જ એક ન્યુટ્રિશનિસ્ટનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં, ન્યુટ્રિશનિસ્ટ સમજાવે છે, જમ્યા પહેલા બ્રોકોલીને માઇક્રોવેવમાં રોસ્ટ કરી ખાવાથી જમ્યા પછી સુગર સ્પાઇકના જોખમને ટાળવામાં મદદ મળી શકે છે. કારણ કે બ્રોકોલીમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે.

Does eating brocolli keep Blood Sugar Level under control


હવે શું આ વાત સાચી છે કે નહીં તે ચેક કરવા અમે નિષ્ણાતો સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ખોરાકમાંની શૂગર એબ્ઝોબ થાય તે માટે શાકભાજી, ફળો, આખા અનાજ અને કઠોળ સહિત ફાઇબરયુક્ત ખોરાક ખાઈ શકો છો. આવા ખોરાકનું સેવન કરવું ચોક્કસપણે ફાયદાકારક છે પરંતુ ફક્ત તેના પર નિર્ભર ન રહો. માત્ર બ્રોકલી ખાઈ લેવાથી શૂગરનું સ્તર કન્ટ્રોલમાં રહેશે, તેમ માની લેવું ભૂલભરેલું રહેશે. જે પણ વસ્તુઓમાં ફાઈબલ હોય તેનો આહારમાં સમાવેશ કરવાની ફાયદો થાય છે, પરંતુ સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ વધારો અને કાર્બોહાઇડ્રેટના સેવનનું પણ નિયંત્રણ રાખો તે પણ જરૂરી છે. આ સાથે વજન ન વધે તે ખાસ જરૂરી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત