PM Narendra Modiના આ Hidden Talent વિશે નહીં જ ખબર હોય…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હિમાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચાર, સભા, રેલીઓ અને રાજકીય આટાપાટા વચ્ચે પણ પીએમ મોદીએ કુદરતી સૌંદર્યનું રસપાન કરવાની સાથે સાથે ફોટોગ્રાફીનો લુત્ફ પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદીનો આ ફોટોગ્રાફી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને નેટિઝન્સ ભરભરીને પ્રેમ આપી રહ્યા છે.
પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરીને તેની સાથે લખ્યું છે કે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેવા છતાં પણ હું આ સુંદર કુદરતી નજારાને મારા કેમેરામાં કેદ કરવાથી મારી જાતને રોકી શક્યો નહીં. આ રાજ્ય સાથે મારો સંબંધ ખૂબ જ ગાઢ છે. હિમાચલ પ્રદેશ ખરેખર જોવા જેવું છે.
પીએમ મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર્વતોથી ઘેરાયેલી એક ઉંચાણવાળી જગ્યા પર ઊભા છે અને પોતાના કેમેરાથી આસપાસના સુંદર કુદરતી નજારાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. વીડિયોમાં પર્વતો, નાની મોટી ઈમારતો, લીલાછમ વૃક્ષો અને રસ્તાઓ દેખાઈ રહ્યા છે.
પીએમ મોદીના આ વીડિયોને સોશિયલ મીડિયા પર નેટિઝન્સ ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે અને લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. પીએમ મોદીની આ ખાસિયત જ લોકોના દિલ જિતવામાં સૌથી મોટી મદદ કરે છે. તમે પણ પીએમ મોદીનો આ વીડિયો જોયો હોય તો અહીંયા જોઈ લો…