ઇન્ટરનેશનલનેશનલ

Bangladeshi MP murder: બાળપણના મિત્રએ ગર્લફ્રેન્ડનો ઉપયોગ સાંસદને હનીટ્રેપમાં ફસાવવા કર્યો

કોલકાત્તાઃ બાળપણના મિત્ર અને બિઝનેસ પાર્ટનરના ષડયંત્રનો શિકાર બનેલા બાંગલાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થી રહ્યા છે. સાંસદની હત્યામાં તેના બાળપણના મિત્રના કાવતરાથી લઈને 5 કરોડની સોપારી અને હનીટ્રેપ સુધીના એંગલ સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશ પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા દ્વારા સાંસદને હનીટ્રેપ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે.

આ મહિલાનું નામ શિલાન્તી રહેમાન છે, જે બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શિલાંતી આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ અક્તરુઝમાન શાહીનની ગર્લફ્રેન્ડ છે. જે સમયે સાંસદ અનવારુલની હત્યા કરવામાં આવી હતી. તે કોલકાતામાં હતી અને 15 મેના રોજ આ હત્યાકાંડના મુખ્ય આરોપી, ખૂની અમાનુલ્લાહ અમાન સાથે ઢાકા પરત આવી હતી.

Read More: Bangaladesh ના સાંસદ ભારતમાં ગુમ થવાની આશંકા, છેલ્લું લોકેશન મુઝફ્ફરપુરમાં મળ્યું

પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશથી સાંસદને કોલકાતા બોલાવવા માટે અક્તરુઝમાને શિલાન્તીનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનના આધારે શિલાન્તીની અટકાયત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ સીઆઈડીએ બાંગ્લાદેશ સાંસદની હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. CID સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ CID દ્વારા જેહાદ હવાલદાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેહાદ એક વ્યાવસાયિક કસાઈ છે. આ કામને અંજામ આપવા માટે તેને હત્યાના માસ્ટર માઈન્ડ અક્તારુઝમાને મુંબઈથી ખાસ બોલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા જ આ કામ માટે જેહાદને રાખવામાં આવ્યો હતો અને તેને મુંબઈથી કોલકાતા બોલાવવામાં આવ્યો હતો. જેહાદને 5 કરોડ રૂપિયાની સોપારીનો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો. તે કોલકાતા એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયો હતો.

Read More: વેસ્ટ બેન્કમાં 2 દિવસમાં ઇઝરાયલના ઓપરેશનમા 12 પેલેસ્ટિનિયનનાં મોત

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સાંસદ અનવરુલના નજીકના મિત્રએ આ હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સાંસદનો આ મિત્ર અમેરિકન નાગરિક છે. શાહીન 30 એપ્રિલે અમાન અને તેની ગર્લફ્રેન્ડ સિલિસ્તા રહેમાન સાથે કોલકાતા ગઈ હતી. તેણે કોલકાતાના સંજીબા ગાર્ડનમાં ડુપ્લેક્સ ભાડે રાખ્યો હતો. શાહીનના બે સહયોગી સિયામ અને જેહાદ પહેલાથી જ કોલકાતામાં હતા. બંનેએ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

શાહીન 10 મેના રોજ બાંગ્લાદેશ પરત ફરી હતી. તેણે હત્યાની સમગ્ર જવાબદારી અમનને સોંપી દીધી. પ્લાન મુજબ અમાને બાંગ્લાદેશથી વધુ બે હિટમેનને કોલકાતા બોલાવ્યા. ફૈઝલ ​​શાજી અને મુસ્તફિઝ 11 મેના રોજ કોલકાતા ગયા અને આ ષડયંત્રમાં સામેલ થયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button