ઇન્ટરનેશનલ

વેસ્ટ બેન્કમાં 2 દિવસમાં ઇઝરાયલના ઓપરેશનમા 12 પેલેસ્ટિનિયનનાં મોત

જેરૂસલેમઃ વેસ્ટ બેન્કમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલું ઓપરેશન પૂર્ણ થયું છે. આ સૈન્ય ઓપરેશનમાં પેલેસ્ટાઇનના 12 નાગરિકોના મોત થયા હતા અને 25 ઇજાગ્રસ્ત થયા હતા, એમ ઇઝરાયલના સૈન્યએ જણાવ્યું હતું.

ઇઝરાયલના સૈન્યએ મંગળવારે જેનિન શહેરમાં અને નજીકના શહેરી શરણાર્થી કેમ્પમાં આ વિસ્તારમાં આતંકવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું હતું. પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથે જણાવ્યું હતું કે તેના લડાકુઓ ઇઝરાયલી દળો સામે લડ્યા હતા. આતંકવાદી જૂથોએ ઓછામાં ઓછા આઠ મૃતકનો દાવો કર્યો છે.


જેનિન સરકારી હોસ્પિટલના ડાયરેક્ટર વિસમ અબુ બેકરના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાં સ્થાનિક હોસ્પિટલના સર્જનનો પણ સમાવેશ થાય છે. અબુ બેકરે જણાવ્યું હતું કે, સર્જનનું કામ પર જતા સમયે રસ્તામાં મોત થયું હતું. જેનિન અને નજીકના શહેરી શરણાર્થી શિબિર લાંબા સમયથી ઇઝરાયલના કબજા સામે સશસ્ત્ર સંઘર્ષનો ગઢ છે.


ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે રેડ સી પાસે પાણીમાં એક મિસાઇલ પડી હતી પરંતુ કોઇ નુકસાન થયું નથી. ઇઝરાયલના ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના ફાયરિંગમાં 400થી વધુ લોકો માર્યા ગયા છે.


નોર્વે, આયરલેન્ડ અને સ્પેને બુધવારે જણાવ્યું હતું કે તેઓ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી રહ્યા છે. પેલેસ્ટાઇનના લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું જ્યારે ગુસ્સે થયેલા ઇઝરાયલે આ ત્રણેય દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા.


ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધમાં ઓછામાં ઓછા 35,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસના સાત ઑક્ટોબરના હુમલા પછી ઇઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું. આતંકવાદીઓ દક્ષિણ ઇઝરાયેલમાં ઘૂસ્યા હતા અને 1200 લોકોને માર્યા હતા.


હુતી બળવાખોરોએ માંગ કરી છે કે ઇઝરાયલ યુદ્ધ સમાપ્ત કરે જેમાં 35 હજાર પેલેસ્ટાઇનિયનોના મોત થયા છે.યુનાઇટેડ સ્ટેટ્સ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, હુતીએ શિપિંગ જહાજો પર 50 થી વધુ હુમલાઓ કર્યા છે. હુમલાના ખતરાને કારણે રેડ સી અને એડનના અખાતમાંથી શિપિંગ જહાજની અવરજવરમાં ઘટાડો થયો છે. તાજેતરના અઠવાડિયામાં હુતી હુમલાઓમાં ઘટાડો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર