મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

લગ્ન બાદ Antiliaમાં નહીં પણ અહીં રહેશે Anant Ambani-Radhika Merchant?

ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાં જેમની ગણતરી થાય છે એવી Ambani Family દરરોજ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સ ના બનાવે તો જ નવાઈ. આજે ફરી એક વખત આ ફેમિલી ચર્ચામાં આવી છે અને આ વખતે આ ફેમિલી ચર્ચામાં આવી છે જુલાઈ મહિના બાદ તેમાં થનારા ફેરફારને કારણે…

મળી રહેલી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani and Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી તેમજ જ રાધિકા મર્ચંટ (Anant Ambani- Radhika Merchant) ના લગ્ન બાદ આ નવદંપતિ મુંબઈ ખાતે આવેલા મુંબઈના મોંઘા ઘરમાંથી એક એવા Antilia ખાતે નહીં રહે. હવે તમને થશે કે જો આ કપલ મુંબઈના એન્ટિલિયા ખાતે નહીં રહે તો ક્યાં રહેશે? ચાલો તમને જણાવીએ…


જોકે, આ સમાચારની સાથે સાથે જ અનંત અને રાધિકાના લગ્ન પહેલાં મુકેશ અંબાણીનું દુબઈવાળું ઘર ચર્ચામાં આવી ગયું છે. અહીંયા તમારી જાણ માટે કે 2022માં જ મુકેશ અંબાણીએ દીકરા અનંત અંબાણી માટે દુબઈની સૌથી મોંઘી વિલા ખરીદી હતી અને આ આલીશાન રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત આશરે 640 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Mukesh Ambani-Nita Ambaniની મનપસંદ વહુરાણી કોણ? Shloka કે પછી Radhika?

આ પ્રોપર્ટી મુકેશ અંબાણી (Mukesh Ambani)એ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટને સગાઈમાં ભેટ (Anant Ambani-Radhika Merchant Engagement Gift)માં આપ્યું હતું. દુબઈમાં જે પ્રોપર્ટીમાં મુકેશ અંબાણીએ ઘર ખરીદ્યું છે ત્યાં શાહરુખ ખાનનું ઘર પણ છે. આ વિલામાં 10 બેડરૂમ, પ્રાઈવેટ સ્પા, ઈનડોર અને આઉટડોર પૂલની સાથે વિવિધ સુવિધાઓથી સજ્જ છે. સોશિયલ મીડિયા પર એના ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જુલાઈના અનંત અને રાધિકાના લગ્ન થવાના છે અને હવે એવી ચર્ચા થઈ રહી છે કે લગ્ન બાદ કદાચ અનંત અને રાધિકા મુંબઈ છોડી દુબઈની આ આલિશાન વિલામાં રહેવા જશે. જોકે, હજી સુધી અંબાણી પરિવાર દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button