મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambani-Nita Ambaniની મનપસંદ વહુરાણી કોણ? Shloka કે પછી Radhika?

આજથી Mukesh Ambani and Nita Ambaniના નાના દીકરા Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ બેશની શાનદાર શરૂઆત થઈ ગઈ છે… જામનગર એરપોર્ટ પર છેલ્લાં બે ત્રણ દિવસથી દેશ વિદેશથી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ રાધિકા પણ અંબાણી પરિવારની નાની વહુ બનીને ગૃહ પ્રવેશ કરવા જઈ રહી છે… પણ શું તમને ખબર છે સાસુ સસરા એટલે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની ફેવરિટ વહુરાણી કોણ છે? નહીં ને ચાલો આજે તમને એના વિશે જણાવીએ…

એ વાત તો જગ જાહેર છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના ત્રણેય સંતાનને એક સમાન પ્રેમ કરે છે અને એ જ રીતે તેઓ પોતાની બંને વહુઓમાં પણ કોઈ ફરક નથી કરતાં. એટલું જ નહીં પણ મુકેશ અને નીતા બંને પોતાની વહુઓને દીકરી જેવી જ ટ્રીટમેન્ટ આપે છે.


સાસુ નીતા અંબાણી આમ તો પોતાની મોટી પુત્રવધૂ શ્લોકા અંબાણીને સૌથી વધુ પ્રેમ કરે છે. પણ એ નાની વહુ રાધિકાને પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો શ્લોકાને કરે છે. નીતા અંબાણી પોતાની વહુરાનીઓ સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે કારણ કે તેઓ શ્લોકા અને રાધિકાને ત્યારથી ઓળખે છે જ્યારે તેઓ નાની નાની બાળકીઓ હતી અને ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં ભણતી હતી અને તેમણે આ વાતનો ખુલાસો ખુદ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.


એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ખુદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ શ્લોકાને તો તેઓ બાળપણથી જ ઓળખતા હતા અને તે તેમને ગમતી પણ હતી, કારણ કે તેમાં હજી પણ નિર્દોષતા જોવા મળે છે જે એમાં બાળપણમાં હતી. આવું જ રાધિકા સાથે પણ છે. બંને વહુરાનીઓ ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં ભણતી હતી.
અનંતની થનારી પત્ની રાધિકા મર્ચંટની વાત કરીએ તો રાધિકા પણ સાસુ નીતા અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. બંને જણ મા દીકરીની જેમ જ રહે છે અને અવાર નવાર ઈવેન્ટ અને પાર્ટીમાં એક સાથે ફોટા પણ ક્લિક કરાવતી જોવા મળે છે.


રાધિકાની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો તેની નેટવર્થ આઠથી દસ કરોડની વચ્ચે છે. હાલમાં જ તેને સાસુ સસરા તરફથી 4.5 કરોડની એક મોંઘીદાટ લક્ઝુરિયસ કાર અને મુલ્યવાન ચોકર નેકલેસ ગિફ્ટમાં મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave