નેશનલ

પાકિસ્તાનમાં પ્રચંડ ગરમીને કારણે લોકો ત્રાહિમામ, આ શહેરમાં 50 ડિગ્રી સે. તાપમાન નોંધાયું

નવી દિલ્હી: ઉત્તર અને પશ્ચિમ ભારત હાલ કાળઝાળ ગરમીથી ઉકળી(Heat wave) રહ્યું છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હી, યુપી, સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, હીટ સ્ટ્રોક(Heat stoke) લાગતા સંખ્યાબંધ લોકો બિમાર પડ્યા છે, ઘણા લોકોના મોતના પણ અહેવાલ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આકાશમાંથી આગ વરસી(Scorching heat in Pakistan) રહી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં તાપમાનનો પારો 49 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો.

Read More: Loksabha Election 2024: 121 ઉમેદવારો અશિક્ષિત, માત્ર આટલા ટકા ઉમેદવારો જ ધોરણ 12 પાસ, ADRનો દાવો

અહેવાલ મુજબ ગઈકાલે ગુરુવારે પાકિસ્તાનમાં આવેલી પુરાતત્વીય સાઈટ મોહેંજોદડોના આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન વધીને 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. પાકિસ્તાનમાં અન્ય ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) અનુસાર, હીટ વેવ ઓછામાં વધુ એક અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.

PMD એ આપેલો ડેટા જણાવે છે કે ગુરુવારે સિંધના દાદુ અને મોહેંજોદરો શહેરોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સિંધના અન્ય શહેરો જેમ કે નવાબ શાહ અને મીઠીમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પાકિસ્તાનમાં પંજાબના ડીજી ખાનમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જ્યારે બલૂચિસ્તાનમાં, સિબ્બીમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન શહેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Read More: Gujaratમાં હજુ ગરમી વધશે, અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટની આગાહી

કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને ઘરની બહાર નિકળતા લોકો હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં લોકોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button