આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં હજુ ગરમી વધશે, અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટની આગાહી

અમદાવાદમાં 46.6 ડિગ્રી ગરમી નોંધાઈ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) છેલ્લા અઠવાડિયાથી ગરમી સતત વધી રહી છે. જ્યારે હવામાન વિભાગે(IMD) રાજ્યના 21 જિલ્લામાં હીટવેવની (Heat wave) આગાહી કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં 46 ડિગ્રી ગરમી નોંધાઈ

હવામાન વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદમાં 46.6 ડિગ્રી બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 45 ડિગ્રી, સુરેન્દ્રગરમાં 45.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ભાવનગર 42.2 ડિગ્રી, દ્વારકા 32.7 ડિગ્રી, ઓખા 35.7 ડિગ્રી,પોરબંદર 37.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી, વેરાવળ 33.2 ડિગ્રી, દીવ 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ગરમી 46.6 ડિગ્રી નોંધાઈ

ગુરુવારે અમદાવાદમાં ગરમીએ 46.6 ડિગ્રીની સપાટી વટાવી હતી. જો કે અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 47.3 ડિગ્રી સુધી પહોંચ્યાના અહેવાલ સામે આવ્યા છે. આમ અમદાવાદ શહેરમાં આગામી દિવસો હજુ પણ ગરમી વધે તેવી શકયતા છે. જેના પગલે એએમસી હીટ એકશન પ્લાન અમલમાં મૂક્યો છે. તેમજ લોકોને બપોરેના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત લોકોને વધુમાં વધુ પ્રવાહી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ગરમીના કારણે લૂ લાગવાના તથા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધ્યા

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વધેલી ગરમીના કારણે લૂ લાગવાના તથા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો છે.આ  કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો