ટોપ ન્યૂઝનેશનલ

Lok Sabha Election 2024 : દિલ્હીમાં મતદાનના દિવસે તમામ બજારો બંધ રાખવા CTI ની અપીલ

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024ના(Lok Sabha Election 2024) છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ રાજધાની દિલ્હીની(Delhi) તમામ સાત લોકસભા બેઠક પર મતદાન(Voting) યોજવવાનું છે. આ અંગે દિલ્હી ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ મતદાનના દિવસ 25મી મેના રોજ વેપારીઓ અને તમામ માર્કેટ એસોસિએશનોને તેમની દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલ અને પ્રમુખ સુભાષ ખંડેલવાલે કહ્યું કે 25 મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાનને ધ્યાનમાં રાખીને દિલ્હીના તમામ 700 બજારો બંધ રહેશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ રજા રહેશે.

કર્મચારીઓને મતદાન કરવા પેઇડ રજા આપવાનો પણ નિર્દેશ

CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું કે કેટલાક રિટેલ દુકાનદારો મતદાન કર્યા પછી સાંજે તેમની દુકાનો ખોલે છે. જો કોઈ કારણોસર તેમને તેમની દુકાનો ખોલવી પડે છે. તો કર્મચારીઓને વેતન સહિતની રજા આપો. સીટીઆઈ દ્વારા તમામ વેપારીઓને સંદેશો આપવામાં આવ્યો છે કે કોઈ પણ કર્મચારી કે સ્ટાફના પગારમાં કાપ ન મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને શ્રમ વિભાગે કર્મચારીઓ અને કામદારોને ચૂંટણીમાં મતદાન કરવા માટે પેઇડ રજા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં, દિલ્હીના માર્કેટ એસોસિએશનના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

દિલ્હી સરકારના વિભાગે આદેશ પણ બહાર પાડ્યો

CTI અનુસાર, જો કોઈ દુકાનદાર મતદાન કર્યા પછી તેમની દુકાન ખોલે છે. તો તે તેના સ્ટાફ અથવા કામદારને દુકાન પર આવવા માટે દબાણ કરી શકશે નહીં. સાથે જ ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને મતદાન કર્યા બાદ જ કામ પર જવાની અપીલ કરવામાં આવી છે. બ્રિજેશ ગોયલે કહ્યું કે, દિલ્હી સરકારે દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, વેપાર અને ઔદ્યોગિક એકમો સહિતની વ્યાપારી સંસ્થાઓને તેમના કર્મચારીઓને રજા આપવા અને મતદાન પછી પૈસા ન કાપવા માટે સૂચના આપી છે. દિલ્હી સરકારના વિભાગે એક આદેશ પણ બહાર પાડ્યો છે.

દરેક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર

જેમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135Bની જોગવાઈઓ અનુસાર કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા અન્ય કોઈ સંસ્થામાં કામ કરતા દરેક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને મતદાનના દિવસે રજા આપવામાં આવશે. જો કે, આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કલમ 135B એવા કોઈપણ મતદાર કર્મચારીને લાગુ પડતી નથી કે જેની ગેરહાજરીથી તેનાથી સંબંધિત કામ પર જોખમ ઊભું થાય અથવા મોટું નુકસાન થાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત