મનોરંજન

Ranbir Kapoorએ પોતાની ટી-શર્ટ પર કઈ યુવતીનું નામ લખ્યું, તસવીરો વાઈરલ


મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મની સફળતા બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) તરત જ પોતાની આગામી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે અને તેની આગામી ફિલ્મ ‘રામાયણ’માં કોઇ પણ કચાશ ન રહે એ માટે સમર્પિત ભાવે કામ કરી રહ્યો છે.
જોકે આ દરમિયાન ફિલ્મની શૂટિંગના 25મા દિવસે રણબીર કપૂરે ડિઝાઇનર ડિમ્પલ નરુલા સાથે તસવીરો ખેંચાવી હતી અને તે સોશિયલ મીડિયા પર પણ મૂકી હતી. ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી આ તસવીરો ટૂંક જ સમયમાં વાયરલ થઇ ગઇ હતી.

જોકે આ તસવીરો વાયરલ થવાનું કારણ ફક્ત રણબીર કપૂર અને ડિમ્પલ નરુલા નહીં, પરંતુ બીજું જ કંઇક હતું. આ તસવીરોમાં ખાસ વાત હતી રણબીર કપૂરે પહેરેલું ટી-શર્ટ. તમે વિચારશો કે રણબીરે પહેરેલા ટી-શર્ટમાં એવું તે શું હતું કે તેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. તો તમને જણાવીએ કે આ ટી-શર્ટમાં એક છોકરીનું નામ લખેલું હતું.

જોકે આ નામ રણબીરની પત્ની આલિયા ભટ્ટનું નહોતું પણ બીજી જ કોઇ છોકરીનું હતું. તમે વિચારતા હોવ કે આ નામ કોઇ અન્ય અભિનેત્રીનું નથી, પરંતુ આલિયા અને રણબીરની પોતાની દિકરી રાહાનું છે. રણબીરે રાહા નામ લખેલું ટી-શર્ટ પહેર્યું તેની ચર્ચા થઇ રહી છે. કોઇ આ તસવીર જોયા બાદ રણબીરને બેસ્ટ ડેડ ગણાવી રહ્યા છે તો અમુક લોકો પોતાની દીકરીનું નામ લખેલું ટી-શર્ટ પહેરવા બદલ રણબીરને ખૂબ જ ક્યૂટ ગણાવી રહ્યા છે.

રણબીર હાલ ‘રામાયણ’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં સાંઇ પલ્લવી સીતા માતાનું પાત્ર ભજવી રહી છે. આ શૂટિંગ દરમિયાન જ રણબીરે આ તસવીરો લીધી હતી, જે હાલ વાયરલ થઇ રહી છે. જોકે, હવે આ ફિલ્મનું શૂટિંગ બંધ થવાના અહેવાલ છે, જેથી કરોડો રુપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી