શાહરૂખ ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, થોડીવારમાં ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ જવા માટે થશે રવાના
અમદાવાદ: બોલિવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જશે.
શાહરૂખ ખાનના સ્વાસ્થ્યને લઈને હાલમાં જ તેની મેનેજર પૂજા દદલાનીએ અપડેટ આપી હતી. કિંગ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પૂજાએ લખ્યું – હું શાહરૂખ ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને જણાવવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર.
આ પણ વાંચો: Jos Buttler: RRની જીતના હીરો જોસ બટલરને શાહરૂખ ખાને ગળે મળીને અભિનંદન પાઠવ્યા
શાહરૂખ ખાનને 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને હૈદરાબાદ સરાઈઝર્સ (HR) વચ્ચેની મેચ જોઈ રહ્યા હતા. આ મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે શાહરૂખ બે દિવસ અમદાવાદમાં રહ્યા હતા. અભિનેતાએ ખેલાડીઓ સાથે KKRની જીતની ઉજવણી પણ કરી હતી. તે પણ પૂરા જોશ સાથે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ગરમીને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. અભિનેતા ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા હતા.
શાહરૂખ સ્ટેડિયમની બહાર આવ્યા પણ પછી તેમની હાલત નાજુક હતી બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન 24 કલાક સુધી હોસ્પિટલમાં રહી સારવાર લીધી હવે તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે. શાહરૂખ સાથે પત્ની ગૌરી ખાન અને તેમની બિઝનેસ પાર્ટનર અભિનેત્રી જુહી ચાવલા પણ હાજર રહી હતી. ગઈ કાલે, શાહરૂખના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતી વખતે, જૂહીએ કહ્યું હતું કે તેમની સ્થિતિ સારી છે. ચાહકો ચિંતા કરશો નહીં. પ્રાર્થના માટે તમામનો આભાર.
શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમાચાર સાંભળી તેમના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો, તેઓ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા લાગ્યા હતા. જો કે, તમને જણાવી દઈએ કે અભિનેતા આ પહેલા પણ ઘણી વખત મેડિકલ ઈમરજન્સીમાંથી પસાર થઈ ચૂક્યા છે.