નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપે 310નો આંકડો વટાવી લીધો છે, કૉંગ્રેસ 40 મેળવવા સંઘર્ષ કરે છે: અમિત શાહ

સિદ્ધાર્થનગર/સંત કબીર નગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પહેલા પાંચ તબક્કામાં ભાજપે 310નો આંકડો વટાવી દીધો છે અને કૉંગ્રેસ હજી સુધી 40 બેઠકો સુધી પણ પહોંચી નથી.
પહેલાં પાંચ તબક્કામાં ઈન્ડી ગઠબંધન અસ્તિત્વ ગુમાવી બેઠી છે, હું તમને કહી રહ્યો છું કે કૉંગ્રેસ હજી સુધી 40ના આંકડા સુધી પણ પહોંચી નથી. અખિલેશ યાદવ તો ચાર બેઠક પણ જીતી શકશે નહીં, એમ શાહે કહ્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર માટે સિદ્ધાર્થનગરમાં આયોજિત રેલીને સંબોધી હતી.

સંત કબીર નગરમાં આયોજિત અન્ય એક રેલીમાં તેમણે વિપક્ષી પાર્ટીના કેટલાક નેતાઓના નામ લીધા હતા અને તેમના પર વંશવાદનો આરોપ લગાવ્યો હતો.

ઉત્તર પ્રદેશના જ આંબેડકર નગર ખાતે એક પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરમાં જવાનો એટલા માટે નનૈયો ભણ્યો છે કેમ કે તેમને એવો ડર છે કે તેમની વૉટ બૅન્ક નારાજ થઈ જશે, જે ઘૂસણખોરોથી બનેલી છે.

આ પણ વાંચો: મમતા બેનરજી વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરી રહ્યા હોવાનો અમિત શાહનો આરોપ

તેમણે ત્રણેય રેલીમાં ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો જ ભાગ છે અને ભાજપ તેને પાછો લેશે.

પાકિસ્તાનના નેતાઓ કહી રહ્યા છે કે પીઓકે તેમનું છે. કૉંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે અણુ-બૉમ્બ છે. ભાજપના લોકો અણુ-બૉમ્બથી ગભરાતા નથી. પીઓકે ભારતનો ભાગ હતો અને રહેશે. અમે તેને પાછો લઈને રહેશું, એમ તેમણે કહ્યું હતું.

વિપક્ષ એસસી/એસટી/ઓબીસીનું આરક્ષણ ખતમ કરીને પોતાની વોટ-બૅન્કનું તુષ્ટિકરણ કરવા માગે છે એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે એક તરફ એવા નેતા છે જેઓ દર બીજા દિવસે ઈટાલી, થાઈલેન્ડ અને બેંગકોક જતા રહે છે અને બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે જેમણે 23 વર્ષથી એકેય રજા લીધી નથી. તેઓ પોતાની દિવાળી પણ સરહદ પર જવાનો સાથે ઉજવે છે.

તેમણે કહ્યું હતું કે ભાજપે વન રેન્ક વન પેન્શન યોજના નિવૃત્ત જવાનો માટે લાગુ કરી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

તેમણે સંત કબીર નગરમાં ખલીલાબાદ ખાતે કહ્યું હતું કે વિપક્ષે 70 વર્ષ માટે રામ મંદિરનું નિર્માણ રોકી રાખ્યું હતું અને મોદીના કાર્યકાળમાં જ શક્ય બન્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button