આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 263 કરોડ રૂપિયાના કૌભાંડમાં EDએ IPS અધિકારીના પતિની ધરપકડ કરી

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીમાં એક આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ-IPS) અધિકારીના પતિની ધરપકડ કરવામાં આવી છે. 263 કરોડ રૂપિયાના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) છેતરપિંડી મામલામાં ઇડી દ્વારા ઇડીની મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીના પતિની ધરપકડ કરી હતી. મળેલી માહિતી મુજબ પુરુષોત્તમ ચવ્હાણની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આઇપીએસ અધિકારીના ઘરની તપાસ દરમિયાન ઇડીને અનેક મિલકતના વાંધાજનક દસ્તાવેજો પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલામાં આ પૂર્વે ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી જેમના નામ તાનાજી મંડલ અધિકારી, ભૂષણ પાટીલ, રાજેશ શેટ્ટી અને રાજેશ બૃજલાલ બટરેજા આ પ્રમાણે છે.

આ પણ વાંચો: Ahmedabad Police: કોન્સ્ટેબલે પરસેવો લૂછવા માટે કેપ ઉતરતા અધિકારીએ રૂ.10નો દંડ ફટકાર્યો

આ તમામ વિરુદ્ધ આઇટી ડિપાર્ટમેન્ટ પાસે ખોટા ટીડીએસ ફંડ બનાવી ઇસ્યુ કરવાનો ગુનો સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ઇડી દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ બૃજલાલ બટરેજા અને પુરુષોત્તમ ચવ્હાણ એકબીજાના સતત સંપર્કમાં હતા. તેઓ પીઓસી સંબંધિત વાંધાજનક સંદેશ એકબીજાને મોકલતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

19 મેના રોજ પુરુષોત્તમ ચવ્હાણના ઘરની તપાસ કરતા અનેક વાંધાજનક દસ્તાવેજો, વિદેશી ચલણ અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. પુરુષોત્તમ ચવ્હાણે તપાસમાં વિઘ્ન નાંખવાના પ્રયાસ કર્યા હોવાનું અને પુરાવા નષ્ટ કરવાના પ્રયત્ન કર્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ ચવ્હાણને 20 મેના રોજ પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને અદાલતે 27 મે સુધી ઇડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button