શું આ ફેમસ કોરિયોગ્રાફરની બાયોપિકમાં ધકધક ગર્લ જોવા મળશે?

બોલીવૂડમાં પોતાની અદ્ભૂત કોરિયગ્રાફીને કારણે નામના મેળવનાર કોરિયોગ્રાફર સરોજ ખાન પર બાયોપિક બની રહી છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. પણ હવે આ બાયોપિક સાથે ધકધક ગર્લ માધુરી દિક્ષીતનું નામ જોડાઈ ગયું છે.
બી-ટાઉનમાં બેસ્ટ ડાન્સર તરીકે આજે પણ લોકોના મોઢા પર માધુરી દિક્ષીતનું જ નામ આવે છે. પણ માધુરીને આ ઓળખ મળી, ધક ધક ગર્લનું જે ટેગ મળ્યું છે એમાં કોરિયોગ્રાફર સરોજ ખાનનો ખૂબ જ મોટો ફાળો છે. હવે એ જ સરોજ ખાનના જીવન પર બાયોપિક બની રહી છે ત્યારે આ ફિલ્મમાં તેમની ભૂમિકા કોણ કરશે એ બાબતે ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ નામોની ચર્ચા થઈ રહી છે પણ આ બધામાં માધુરીના નામની ચર્ચા એકદમ જોરશોરથી થઈ રહી છે.
આ બાબતે સરોજ ખાનની દીકરી સુકૈના ખાનની પ્રતિક્રિયા સામે આવી છે અને તેણે આપેલી માહિતી અનુસાર સરોજ ખાનની બાયોપિકમાં એક નહીં પણ ત્રણ-ત્રણ એક્ટ્રેસ કામ કરશે. મેકર્સ દ્વારા હજી સુધી કોઈ એક્ટ્રેસના નામ પર મંજૂરીની મહોર મારવામાં નથી આવી પણ ટૂંક સમયમાં જ આ નામ સામે આવશે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે માધુરી દિક્ષીત પણ આ ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં પોતાની અદ્ભૂત કોરિયોગ્રાફીથી સરોજ ખાને બધાના દિલ જિતી લીધા હતા અને માધુરી દિક્ષીત, કરિશ્મા કપૂર, રવિના ટંડન, કાજોલ, શિલ્પા શેટ્ટી જેવી એક્ટ્રેસને નેમ અને ફેમ અપાવવામાં સરોજ ખાનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
સરોજ ખાને તેમની ચાળીસ વર્ષની કારકિર્દી દરમિયાન બે હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. જેમાં એક, દો, તીન… ચોલી કે પીછે ક્યા હૈ, હવા હવા… જેવા ગીતોનો સમાવેશ થાય છે.