ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Space તણખો
Spare પાવડો
Spank અંતરિક્ષ
Spark ચાપટ મારવી
Spade વધારાનું
ઓળખાણ રાખો
છઠ્ઠી સદીમાં બાંધકામ કરવામાં આવ્યું હતું એ ‘બામિયાન બુદ્ધ’ તરીકે ઓળખાયેલી ગૌતમ બુદ્ધની આ પ્રતિમા કયા દેશમાં હતી એ કહી શકશો?
અ) નેપાળ બ) અફઘાનિસ્તાન ક) ભુતાન ડ) શ્રીલંકા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘હૈયું વણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં’ પંક્તિમાં જોબન શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) જોશ બ) જુવાની ક) સરિતા ડ) પવન
માતૃભાષાની મહેક
કેન્દ્ર તેમજ રાજ્ય એમ બંને કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા સમવાયતંત્ર કહેવાય છે. સમવાયતંત્ર માટે અંગ્રેજીમાં ફેડરેશન શબ્દ છે. ‘ફેડરેશન’ શબ્દ મૂળ લેટિન શબ્દ ‘ફોડસ’ પરથી તૈયાર થયો છે, જેનો અર્થ સંધિ અથવા કરાર થાય છે. સમવાયતંત્ર ભારતમાં બે પ્રકારની સરકાર હોય છે: કેન્દ્ર સરકાર (સંઘ સરકાર) અને રાજ્યોની સરકાર.
ગુજરાત મોરી મોરી રે
‘પટાવીને કે છેતરીને ફાંસીએ ચડાવવું’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ચઢ ભલા જા પર ખુદા કરેગા તેરા શૂળી બેટા
ઈર્શાદ
ઊભા રહીને બ્હાર, ઉકેલો આ પાણીના અક્ષરને,
કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?
- હેમેન શાહ માઈન્ડ ગેમ
બે આંકડાની એક સંખ્યામાં એનાથી અડધી સંખ્યા ઉમેરી મળેલા જવાબને બે વડે ભાગવાથી જો જવાબ ૨૭ મળે તો બે આંકડાની સંખ્યા જણાવો.
અ) ૩૬ બ) ૩૯
ક) ૪૨ ડ) ૪૪
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Lack અછત
Lake સરોવર
Lace દોરી
Less ઓછું
Lapse ભૂલ
ગુજરાત મોરી મોરી રે
દીવામાં દિવેલ હોય ત્યાં સુધી દીવો બળે
ઓળખાણ પડી?
શેતૂર
માઈન્ડ ગેમ
૩૬
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ડાબેરી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મેઠીયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ ટોલિયા (૪૦) ભાવના કર્વે (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૦) કિશોર બી. સંઘરાજકા (૫૧) હીરા જશવંતરાય શેઠ (૫૨) અતુલ જશવંતરાય શેઠ