અભિષેક શર્માને ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં લેવામાં આવશે?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની સિઝન હવે અંતિમ પડાવ પર છે ત્યાર બાદ T-Twenty World Cup આગામી મહિનાથી પ્રારંભ થશે. ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ અમુક આક્રમક બેટરને ટીમમાં નહીં સમાવતા વિવિધ મુદ્દા ચર્ચા-વિચારણા ચાલુ છે. દિગ્ગજ ક્રિકેટર્સ પણ ઝંઝાવાતી ક્રિકેટરને ટીમમાં લેવાની ભલામણ કરી રહ્યા છે. આઈપીએલમાં 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનારા અભિષેક શર્માને ટીમમાં નહીં સમાવતા લોકો અનેક પ્રકારના સવાલ કરી રહ્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રતિભાશાળી ઓપનર બેટર અભિષેક શર્મા પોતાની આક્રમક બેટિંગને કારણે ચર્ચામાં રહે છે. રવિવારે અંતિમ મેચમાં અભિષેકે જોરદાર બેટિંગ કરી હતી, જેમાં 28 બોલમાં 66 રન ફટકાર્યા હતા, જેમાં છ સિક્સર મારી હતી.
આ પણ વાંચો: અડધી Team India આવતા શનિવારે ન્યૂ યૉર્ક જશે: જાણો કોણ-કોણ વહેલા રવાના થશે
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ પણ ખૂદ અભિષેક શર્માથી ડરે છે. પંજાબ કિંગ્સ સામે મેચ પછી પેટ કમિન્સે કહ્યું હતું કે અભિષેક શર્મા શાનદાર પ્લેયર છે. હું ઈચ્છું છું કે તેની સામે બોલિંગ કરું. એ ટોપ ઓર્ડર માટે પર્ફેક્ટ છે.
પેટ કમિન્સના આ નિવદેનને લઈ ટી-20 વર્લ્ડ કપમાં અભિષેકને રમાડવાની ડિમાન્ડ થઈ રહી છે. આ વખતની આઈપીએલમાં અભિષેક શર્માએ 13 મેચમાં 210ના સ્ટ્રાઈક રેટથી 476 રન બનાવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સિઝનમાં અભિષેક શર્માએ 41 સિક્સર મારી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ પણ કહ્યું હતું કે ભારતીય ટીમમાં અભિષેક શર્માને લેવા અંગે સવાલ કર્યા હતા. હાલમાં ટીમમાં નથી, પરંતુ ટીમ ઈન્ડિયામાં લેવામાં આવે ત્યારે આ જ મિજાજથી રમવાનું ચાલુ રાખે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અંબાતી રાયડુ સિવાય સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ પ્રેમીઓ અભિષેક શર્માને ટીમ ઈન્ડિયામાં સમાવવાની ભલામણ કરી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં હૈદરાબાદની ટીમ એક-બે મેચ રમી શકશે, તેથી સ્કોરમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, દિગ્ગજ ક્રિકેટર્સની ભલામણ પછી ફેરફાર થાય તો નવાઈ નહીં.