લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન છે. મહારાષ્ટ્રમાં 24,553 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. કુલ 13 બેઠકો પર પાંચમા તબક્કાની બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી સરેરાશ 27.78 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં કુલ 13 લોકસભા મતવિસ્તારની ટકાવારી નીચે મુજબ છે.
પાંચમા તબક્કામાં કુલ 13 લોકસભા મતવિસ્તારની મતદાનની ટકાવારી નીચે મુજબ છે
ધુળે- 28.73 ટકા
ડિંડોરી- 33.25 ટકા
નાસિક – 28.51 ટકા
પાલઘર- 31.06 ટકા
ભિવંડી- 27.34 ટકા
કલ્યાણ – 22.52 ટકા
થાણે – 26.05 ટકા
મુંબઈ ઉત્તર – 26.78 ટકા
મુંબઈ ઉત્તર – પશ્ચિમ – 28.41 ટકા
મુંબઈ ઉત્તર – પૂર્વ – 28.82 ટકા
મુંબઈ ઉત્તર – મધ્ય – 28.05 ટકા
મુંબઈ દક્ષિણ- મધ્ય- 27.21 ટકા
મુંબઈ દક્ષિણ – 24.46 ટકા
Also Read –