ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Narendra Modi ને ત્રીજી વાર પીએમ બનાવો, છ મહિનામાં POK ભારતનું હશે : યોગી આદિત્યનાથ

નાસિક : ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચાર દરમ્યાન તેમણે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને(POK) લઇને મોટો દાવો કર્યો છે. તેમણે પાલધરમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે ” જે લોકો અમને મારશે તેમની અમે પૂજા થોડી કરવાના છે. તેમજ જો કોઇ અમારા લોકોને મારશે તો અમે તેમની સાથે એવો જ વ્યવહાર કરીશું જેને તે લાયક છે. તેમણે વધુમાં જણાવ્યું કે તમે ત્રીજી વાર પીએમ મોદીને(Narendra Modi ) વડાપ્રધાન બનવા દો. પછી આગામી છ મહિનામાં જોશો કે પીઓકે ભારતનું હશે. આની માટે હિંમતની જરૂર હોય છે

નવું ભારત તમારા બધાની સામે છે

યોગી આદિત્યનાથે કહ્યું, ‘અમે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના ભાગીદારો જેવા નથી. આ લોકો કહેતા હતા કે પાકિસ્તાનમાંથી આતંકવાદ આવી રહ્યો છે તો આપણે શું કરીએ. આજે પાકિસ્તાન ત્રાંસી નજરે જુએ તો પણ તેની આંખો કાઢી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ નવું ભારત છે જે વિકાસની યાત્રા પર ડર્યા વિના, રોકાયા વિના અને થાક્યા વિના આગળ વધી રહ્યું છે. તેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ પ્રકારનું નવું ભારત તમારા બધાની સામે છે.

ઔરંગઝેબના જજીયા ટેક્સની જેમ વારસાગત ટેક્સ

મુખ્યમંત્રી યોગીએ વારસાગત કર લાદવાના કથિત પ્રસ્તાવ માટે કોંગ્રેસની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મુગલ બાદશાહ ઔરંગઝેબની આત્માએ વિપક્ષમાં પ્રવેશ કર્યો છે. આદિત્યનાથે એમ પણ કહ્યું કે વારસાગત કર ઔરંગઝેબ દ્વારા લાદવામાં આવેલા જજીયા ટેક્સ જેવો છે. નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં એક રેલીને સંબોધતા આદિત્યનાથે કહ્યું કે ભાજપ માત્ર સત્તા માટે નહીં પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે ચૂંટણી લડી રહી છે. આદિત્યનાથે કહ્યું કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button