ટી-20 વર્લ્ડકપ અગાઉ પાકિસ્તાન માટે સારા સમાચાર, ઇગ્લેન્ડ સામે રમશે Haris Rauf
કરાચી: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 World Cup અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનનો ઝડપી બોલર હારિફ રઉફ (Haris Rauf) ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં રમે તેવી સંભાવના છે. હારિસ ઇગ્લેન્ડ સામેની સીરિઝમાં ઇજા બાદ વાપસી કરી રહ્યો છે. ટીમના એક અધિકારીએ કહ્યું કે હારિફે 22 મેના રોજ લીડ્ઝમાં રમાનારી પ્રથમ ટી-20 મેચ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
અધિકારીએ જણાવ્યું કે ‘તે નેટ્સમાં લય સાથે બોલિંગ કરી રહ્યો છે.’ નોંધનીય છે કે હારિસને ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાન સુપર લીગ દરમિયાન ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કિરોન પોલાર્ડને બનાવ્યો આસિસ્ટન્ટ કોચ, ટી-20 વર્લ્ડકપ જીતવામાં કરશે મદદ
ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું કે કેપ્ટન બાબર આઝમ પ્રથમ ટી-20 મેચમાં હારિસને મેદાનમાં ઉતારવા માટે આતુર છે. કારણ કે પાકિસ્તાનના પસંદગીકારો 24 મેની આસપાસ વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે.
એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન તેના 18 ખેલાડીઓમાંથી કોઈને પણ સ્વદેશ પરત નહીં મોકલે. વર્લ્ડ કપની ટીમમાં 15 લોકો સિવાય બાકીના રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે રહેશે. પાકિસ્તાન જૂનમાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડમાં ચાર ટી-20 મેચ રમશે.