હીરામંડી અભિનેતા જેસન શાહે અનુષા દાંડેકર સાથેના બ્રેકઅપ પર શું કહ્યું જાણો…..
સંજય લીલા ભણસાલીના વેબસિરીઝ ‘હીરામંડી’માં નિર્દય અંગ્રેજ અધિકારીના પાત્રથી જાણીતા થયેલા જેસન શાહની અભિનયક્ષમતાના વખાણ થઈ રહ્યા છે. તેમના અભિનયમાં વૈવિધ્ય છે.
પર્સનલ ફ્રન્ટ પર વાત કરીએ તો જેસને 2021માં વીજેમાંથી અભિનેત્રી બનેલી અનુષા દાંડેકરને ડેટ કરી હતી. બંને એક મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. જોકે, અનુષા અને જેસન થોડા સમય માટે ડેટિંગ કર્યા બાદ બ્રેકઅપ થઈ ગયા હતા. જેસને બ્રેકઅપને Grain of salt તરીકે લઇ લીધું છે અને જીવનમાં આગળ વધી ગયો છે. જેસન જણાવે છે કે બ્રેકઅપ બાદ તેના જીવનમાં એક મોટો આધ્યાત્મિક પરિવર્તન આવ્યું છે.
તે વધારે સમજદાર બન્યો છે. બ્રેકઅપ અંગે જેસને અનુષા દાંડેકરનું નામ લીધા વિના જણાવ્યું હતું કે બ્રેકઅપ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. બીજી વ્યક્તિ ખરેખર મને સમજી શકતી ન હતી અને મને લાગ્યું કે તે મને તેમના બૉક્સમાં ફિટ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ
જેસન શાહે એમ પણ કહ્યું હતું કે આજકાલ સંબંધો એટલા માટે ખતમ થઈ જાય છે કારણ કે એક વ્યક્તિ બીજાની વાત સાંભળતી નથી અને પોતાને જે સાચુ લાગે છે તે જ કહેવાનો પ્રયત્ન કરે છે. આ સંબંધનો દુઃખદ ભાગ છે. આપણે સંબંધની શરૂઆતથી જ એ સમજવાની કોશિશ કરવી જોઈએ કે સામેની વ્યક્તિને કેવું લાગે છે, તો જ સંબંધ લાંબો ચાલશે.
જેસન અને અનુષાએ માર્ચ 2017માં તેમના સંબંધોને ઑફિશિયલ કર્યા હતા. તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રથમ તસવીર પણ શેર કરી હતી. ફોટોમાં અનુષા શર્ટલેસ જેસન સાથે પોઝ આપતી જોવા મળી હતી. જો કે, કપલ 2021 માં અલગ થઈ ગયું હોવાનું કહેવાય છે.
જેસન શાહની અભિનય કારકિર્દીની વાત કરીએ તો આ પહેલા તેણે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 10મી સિઝનમાં ભાગ લીધો હતો. આ સિવાય તે ‘ઝાંસી કી રાની’ અને ‘બેરિસ્ટર બાબુ’ સિરીઝમાં પણ જોવા મળ્યો હતો.