નેશનલ

દેશમાં વીજ કટોકટી ઘેરી બનવાના એંધાણ, જૂનમાં 14 વર્ષમાં સૌથી મોટો પાવર શોર્ટફોલની આશંકા

New Delhi: ભારતને વીજળીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં હાઈડ્રોપાવર જનરેશનમાં ઘટાડો જૂનમાં ભારતને તેની 14 વર્ષમાં સૌથી મોટી પાવર શોર્ટફોલ તરફ દોરી શકે છે. રિન્યુએબલ અને હાલના પ્લાન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને માંગને પહોંચી વળવા સતત ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિષ્ક્રિય એકમોને ફરીથી ખોલીને પાવર શોર્ટફોલ ટાળવાનો પ્રયાસ કરી રહી છે.

ભારત સરકારે 3.6 ગીગાવોટ (જીડબલ્યુ)ના નવા કોલસા આધારિત પ્લાન્ટને માર્ચ પહેલા કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેમાં વિલંબ થતા પરિસ્થિતિ વધુ જટિલ બની છે. દેશની પાવર સેક્ટર માટેની આયોજન સંસ્થા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ જણાવ્યું હતું કે જૂનમાં રાત્રિના સમયે જ્યારે સૌર ક્ષમતા ઑફલાઇન હોય ત્યારે 14 GW ના પાવર શોર્ટફોલની શક્યતા છે. સરકારી ડેટા અનુસાર, 2009-10 પછી આ શોર્ટ ફોલ સૌથી વધુ છે.

પાવર મિનિસ્ટર આર.કે. સિંહે કથિત રીતે ગયા અઠવાડિયે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કટોકટીની બેઠક યોજી હતી અને જૂન દરમિયાન આયોજિત જાળવણી માટે પાવર પ્લાન્ટ્સને બંધ કરવાનું ટાળવાનો નિર્ણય લીધો હતો તેમ જ પાંચ ગીગાવોટ કોલસા પ્લાન્ટની ક્ષમતાને પુનઃજીવિત કરી હતી અને ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે તમામ પ્રયાસો કરવાનો નિર્ણય લીધો હતો. હાલના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને સોલાર પ્લાન્ટ્સ દેશને દિવસના સમયે તેની વીજળીની માંગને પહોંચી વળવામાં મદદ કરશે , એમ એક સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતે લાંબા સમયથી કોલસાના ઉપયોગનો ઓછો કરવા માંડ્યો છે, પરંતુ કેન્દ્રએ 2070 નેટ શૂન્ય ઉત્સર્જન લક્ષ્યોને પૂર્ણ કરવા માટે, ગ્રીન એનર્જી સંક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારે પ્રદૂષિત બળતણના આધારે ક્ષમતા વૃદ્ધિ ધીમી કરી હતી. સરકારે નવા પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે, પણ તેને ઉત્પાદન શરૂ કરવામાં ઓછામાં ઓછા ચાર વર્ષનો સમય લાગશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button