ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

નેપાળે ભારતની આ બે પ્રખ્યાત મસાલા બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો, બ્રિટને શરૂ કરી તપાસ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ઉત્પાદિત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઘણા દેશોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, અગાઉ સિંગાપોર અને હોંગકોંગે ભારતમાં ઉત્પાદિત MDH અને Everestના મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર બાદ હવે નેપાળે પણ બંને બ્રાંડના મસાલાઓ પર પ્રતિબંધ મુક્યા છે.

MDH અને એવરેસ્ટના મસાલામાં હાનિકારક જંતુનાશકો મળવાના દાવાના આધારે નેપાળે આ નિર્ણય લીધો છે. નેપાળમાં આ મસાલાઓના વપરાશ, વેચાણ અને આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળના ફૂડ એન્ડ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટે ભારતીય બ્રાન્ડના મસાલામાં કેન્સર પેદા કરતા જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની હાજરી પારખવા પરીક્ષણ શરૂ કર્યું છે.

નેપાળના ફૂડ ટેક્નોલોજીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમે બજારમાં તેમના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. મસાલામાં હાનિકારક કેમિકલના સેમ્પલ અંગેના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને બ્રાન્ડના મસાલામાં રહેલા કેમિકલની તપાસ ચાલી રહી છે. અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ કહ્યું કે તે ભારતમાંથી આવતા તમામ મસાલાઓ પર ઝેરી જંતુનાશકોના પરીક્ષણને વધુ કડક બનાવી રહી છે. તેમાં ઇથિલિન ઓક્સાઇડનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, બંને ભારતીય મસાલાનું ન્યુઝીલેન્ડમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઇથિલિન ઓક્સાઇડ મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે.

મીડિયા અહેવાલો મુજબ બંને કંપનીઓ વિદેશમાં જ નહીં ભારતમાં પણ તપાસનો સામનો કરી રહી છે. ભારતના ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAI એ વિવિધ મસાલાઓનું નિરીક્ષણ સઘન બનાવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં મસાલાના 1,500 થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેની તપાસ કરી રહી છે. સરકારનું કહેવું છે કે જો આ બધા સેમ્પલ ટેસ્ટમાં પાસ નહીં થાય તો કંપનીઓના ઉત્પાદનોના લાઇસન્સ રદ થઈ શકે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker