આપણું ગુજરાત

રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકો પર તવાઈ, ફુડ વિભાગનું ડિલાઈટ આઇસક્રીમમાં પાડ્યા દરોડા

રાજકોટ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ (Ice Cream)નો આસ્વાદ માણવાના શોખિનો માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે. આઈસ્ક્રીમ આરોગીને શરીરને ઠંડક આપતા માંગતા લોકો તે આઈસ્ક્રીમની ગુણવત્તા ચકાસ્યા વગર જ તે ખરીદે છે, જે રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ (Ice Cream) ઉત્પાદકોના કારખાનાંમાં RMCના આરોગ્ય વિભાગે રાજકોટમાં આવા જ લેભાગુ વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ (Ice Cream) ઉત્પાદકો પર દરોડા પાડ્યા છે. કાલાવડ રોડ અને મહાદેવ વાડી વિસ્તારમાં કારખાનાંમાં દરોડા પાડ્યા છે. આઈસ્ક્રીમ (Ice Cream) ઉત્પાદકોને ત્યાં તપાસ શરૂ કરી છે.

આરોગ્ય વિભાગે રાજકોટમાં આઈસ્ક્રીમ (Ice Cream) ઉત્પાદકોના કારખાનાંમાં ઠેર ઠેર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. જેમાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને તપાસ દરમિયાન લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો છે. રાજકોટની જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ ડીલાઈટ આઈસ્ક્રીમ (Ice Cream)માંથી લુઝ આઈસ્ક્રીમ (Ice Cream) મળી આવ્યો છે. લુઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવામાં આવી ન હતી. લુઝ પેકિંગમાં લાઇસન્સ નંબર કે ઉત્પાદકનું નામ પણ ન હોવાનું સામે આવ્યું છે. દૂધમાંથી બનતો આઈસ્ક્રીમ (Ice Cream) -18 ડિગ્રીમાં રાખવી જરૂરી છે, આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે, ફૂડ વિભાગ દ્વારા તે આઈસ્ક્રિમના નમૂના લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : તો ‘ ખેલા હોબે ‘ યુવરાજસિંહનાં આકરા તેવર

મળતી માહિતી મુજબ રાજકોટમાં જ બરફ બનાવતી 5 ફેકટરીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 4 ફેકટરી પાસે બરફ બનાવવાનું લાયસન્સ જ નથી. બરફ બનાવવામાં આવતી જગ્યામાં સાફસફાઇનો અભાવ પણ જોવા મળ્યો. જેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવી. લાભ,મહાદેવ,નવદુર્ગા,નૂતન સૌરાષ્ટ્ર અને ક્રિષ્ના આઇસ ફેકટરીને નોટિસ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સારી બ્રાન્ડના કહેવાતા આઈસ્ક્રીમ (Ice Cream)માં ભેળસેળ જોવા મળે છે. ગ્રાહકો પાસેથી પૂરતી કિંમત વસૂલ્યા બાદ પણ તેમને આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ મળતો જે એક ચિંતાજનક મુદ્દો છે, આવો બિનઆરોગ્યપ્રદ આઈસ્ક્રીમ ગ્રાહકોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આઈસ્ક્રીમ (Ice Cream)માં ભેળસેળ વિવિધ રૂપે થઈ શકે છે, જેમાં ખાદ્ય પદાર્થોની નબળી ગુણવત્તા અને સ્વાસ્થ્યને હાનિકારક કેમિકલ્સની મિલાવટ મુખ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો