આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024 : જાણો મહારાષ્ટ્રમાં ક્યારે પહોંચશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આ આગાહી

મુંબઈ : દેશમાં અનેક રાજ્યો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. તેમજ ગરમીથી રાહત મળે તેની રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે ભારતીય હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે કે 31 મેની આસપાસ ચોમાસુ (Monsoon 2024)કેરળ પહોંચશે. તેમજ એવું અનુમાન છે કે ચોમાસુ મહારાષ્ટ્ર, ઉત્તર-પૂર્વ અને અન્ય ભાગોમાં સમયસર પ્રવેશ કરશે. જેમાં મહારાષ્ટ્રમાં(Maharashtra)ચોમાસુ સામાન્ય રીતે 10 જૂનની આસપાસ પહોંચશે.

Also Read: Monsoon Arrival: ટૂંક સમયમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે, આ તારીખે બેસશે ચોમાસું

બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતની ગેરહાજરી

એક અખબાર સાથેની વાતચીતમાં હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘કેરળમાં ચોમાસાના આગમનની આસપાસ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતની ગેરહાજરી થોડા દિવસો પછી ચોમાસાની ગતિ સૂચવે છે. તેમણે જણાવ્યું કે ‘ચક્રવાત સામાન્ય રીતે ચોમાસાની ગતિને અસર કરે છે.

ચોમાસુ 9 થી 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં પહોંચશે

તેમણે જણાવ્યું કે એવી શક્યતાઓ છે ચોમાસાની શરૂઆત કેરળ થશે અને તે નજીકના દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાને લાવવામાં મદદ કરી શકે છે. દેશમાં સામાન્ય રીતે ચોમાસુ 5 જૂનની આસપાસ પ્રવેશે છે અને ત્યાર બાદ તે આગળ વધે છે.

Also Read: Mental Health પર પણ અસર કરે છે ભીષણ ગરમી, જાણો લક્ષણો અને ઉપાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસુ સામાન્ય રીતે 9 થી 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં પહોંચશે. જે પુનામા 10 જૂનની આસપાસ અને મુંબઈમાં 11 જૂને આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત