Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…
મુંબઈઃ મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. મોબાઈલ યુઝર્સ પણ નીત-નવા સસ્તા અને વધુ ફાયદા આપતા પ્લાન્સ શોધતા હોય છે. તમે પણ જો આવો જ સસ્તો પ્લાન શોધી રહ્યા હોવ તો તમારા માટે ખૂબ જ કામના સમાચાર છે. આવો જોઈએ શું છે આ સમાચાર…
BSNL દ્વારા જાહેર કરવામાં આવેલા બે સસ્તા પ્લાનને કારણે Airtel, Jio અને VIની ચિંતામાં વધારો થયો છે. હવે તમને 58 રૂપિયા અને 59 રૂપિયાના BSNLના પ્લાનમાં એક સાથે અનેક ફાયદાઓ મળી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા 58 રૂપિયાના પ્લાનમાં રોજનું 2GB Data મળશે, જેની વેલિડિટી એક અઠવાડિયાની રહેશે. જ્યારે 59 રૂપિયાના પ્લાનમાં 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે.
આ પણ વાંચો : China Hackers: ચીનના હેકર્સે ભારત સરકાર ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા! PMO-એર ઈન્ડિયા અને રિલાયન્સ પણ નિશાના
BSNL દ્વારા પોતાના યુઝર્સ માટે આ ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા છે અને બંને પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. બંને પ્લાનમાં યુઝર્સને અલગ અલગ બેનેફિટ્સ આપવામાં આવશે જેમાં ડેટાથી લઈને કોલિંગ સુધીની સુવિધાઓનો સમાવેશ થાય છે.
BSNLના આ બંને પ્લાનને કારણે અન્ય ટેલિકોમ કંપનીની ચિંતામાં વધારો થઈ ગયો છે, કારણ કે મોબાઈલ યુઝર્સ તો જે ટેલિકોમ કંપની સસ્તા પ્લાન આપે એ કંપનીમાં મોબાઈલ નંબર પોર્ટ કરાવી લે છે. Jioના સસ્તા પ્લાન લોન્ચ થયા બાદ વિવિધ ટેલિકોમ ઓપરેટર્સની સુવિધા લેનારા ગ્રાહકોએ પોતાનો નંબર જીઓમાં પોર્ટ કરાવી લીધો હતો.